પડતર માગણીનો નિકાલ નહિ થવાથી આઈટી કર્મચારીઓએ અગાઉ વિરોધ વ્યક્ત કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા અને અડધો દિવસ કામગીરીથી અળગા રહ્યા હતા. આમ છતાં હજુ સુધી કોઈ તેનો નિકાલ નહિ થતા આઈટી કર્મચારીઓએ સર્ચ અને સરવેની કામગીરીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ટ્રાન્સફર અને પ્રમોશનના ઓર્ડર આવી ગયા છે, પરંતુ તે મુજબ હજુ બઢતી-બદલી થઈ નથી. હાલ એક-એક કર્મચારીઓ પર બે-થી ત્રણ કર્મચારીની કામગીરીનો બોજો છે. જેને કારણે કામગીરીમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. નવી પેન્શન સ્કીમ રદ કરીને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી અને આઉટ સોર્સિંગ ઓર્ડર રદ કરવા સહિત અનેકવિધ માગણીનું કોઇ નિરાકરણ આવ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.