તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની ઉદાસીનતા:રાજકોટમાં કોરોના કંઇ રીતે વળગ્યો તે જાણવું મુશ્કેલ બન્યું, સંક્રમણની ચેઇન તોડતી મહત્વની કડી કોન્ટેક્ટ ટ્રેસીંગ જ બંધ

રાજકોટએક મહિનો પહેલા
ફાઇલ તસવીર.
  • રિપોર્ટ કરાવા જઈએ તો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી પૂછતું
  • કોને મળ્યા હતા, ક્યાં ક્યાં ગયા હતા તે બધુ જ બંધ કરાયું

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા એક વર્ષથી કોરોના સંક્રમણ સતત અપ-ડાઉન થતું આવે છે. ગત માર્ચથી સપ્ટેમ્બર 2020 સુધી કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ગત વર્ષના કોરોના સંક્રમણને કાબૂમાં લેવા તમામ ખાતાના અધિકારી અને કર્મચારીઓએ જીવ રેડીને કોરોનાને કાબૂ લીધો હતો. ત્યારબાદ દિવાળી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા તેની સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો પણ ઉલાળ્યો થતા આ વખતે માર્ચ 2021માં કોરોના ગત વર્ષની સાપેક્ષમાં બમણા જોરથી બહાર આવ્યો છે. કોરોના અટકાવવા માટેના તમામ પ્રયત્નો ચાલી રહ્યાં છે. પરંતુ સંક્રમણની ચેઈન તોડવા માટે ખૂબ જ મહત્વનું કહી શકાય તેવું કોરોના પોઝિટિવ દર્દી તેના સંપર્કમાં આવ્યો તેના કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી પણ બંધ થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે.

ગત વર્ષે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોનું ટેસ્ટિંગ થતું
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા એક વર્ષથી કોરોના અપ-ડાઉન થતો રહ્યો છે. અધિકારીઓ કોરોના સંક્રમણ ખાળવા ગત વર્ષે રાત-દિવસ મહેનત કરતા હતા. ગત વર્ષે કોરોના કાબૂમાં લેવા માટે આરોગ્ય સેતુ એક્ટ ઉપરાંત પોઝિટિવ દર્દી કોના કોન્ટેક્ટમાં આવ્યો છે તેના મોબાઈલ લોકેશન પરથી કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી કરવામાં આવતી હતી અને પોઝિટિવ વ્યક્તિ જેટલાના સંપર્કમાં આવ્યા હતા તે તમામના ટેસ્ટિંગ કરવામાં આવતા હતા. આ વખતે આ કામગીરી કરવામાં આવતી નથી જેના
કારણે કોરોનાની ચેઇન તોડવી મુશ્કેલ બની છે.

કોન્ટેક્ટ ટ્રેસીંગ બંધ કરવા પાછળ તંત્રની ઉદાસીનતા?
આ સિવાય મુખ્ય બજારો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર પણ ભીડ જોવા મળતી હોય છે. મનપા કે પોલીસનો સ્ટાફ ભીડ દૂર કરવા કે નિયમો માટે બેદરકારી દાખવી રહ્યાંનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ગત વર્ષે કોરોનાની શરૂઆત હતી અને પીક પર હતો ત્યારે મોબાઈલ લોકેશનના આધારે ટ્રેસિંગ થતું હતું. આં વર્ષે તંત્રની ઉદાસીનતાના કારણે આ સિસ્ટમ જ બંધ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યા 500ને પાર ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો