અકસ્માત:રાજકોટ-ભાવનગર હાઈ-વે રોડને આઈસરે કર્યો રોડ લોકડાઉન

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ-ભાવનગર ધોરીમાર્ગ પર આવેલ અણીયારા ગામના પાટીયા પાસે મામા સાહેબના મંદિર સામે આઈસર-મીની ટ્રક નં.GJ-18U-8593 ખાંગો પડતા એકતરફનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ તકે મોટી જાનહાની થતી અટકી ગઈ હતી. જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટથી ભાવનગર ઈલેક્ટ્રીક ગાડીઓ ભરીને માલ પહોંચતો કરવા આઈસર જઈ રહ્યું હતું. ત્યાં અચાનક જ અગમ્ય કારણોસર આઈસર પરથી ડ્રાયવરે કાબુ ગુમાવ્યો હોવાથી આ ઘટની ઘટી હતી એવું અહી વર્તાઈ રહ્યું છે. બાદમાં તાત્કાલિક ક્રેઈનની મદદથી મહામહેનતે આઈસરને હટાવીને રોડને ખુલ્લો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...