તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:તહેવારોમાં ઈશ્વરિયા પાર્ક અને ઝૂ ખુલ્લા રહેશે, હરવા ફરવાના સ્થળોએ લોકો મોજ માણી શકશે

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલા લોકોને પ્રવેશ અપાશે તે માટે આજે વીસી

જન્માષ્ટમીના તહેવારો આ સપ્તાહના અંતમાં શરૂ થઈ રહ્યા છે. આ તહેવારોમાં લોકમેળાનું મહત્ત્વ હોય છે પણ કોરોનાને કારણે લોકમેળો સતત બીજા વર્ષે યોજાનાર નથી. ગત વર્ષે લોકમેળા ઉપરાંત પ્રદ્યુમ્નપાર્ક ઝૂ, ઈશ્વરિયા પાર્ક, ઓસમ ડુંગર, આજી ડેમ, ન્યારી ડેમ સહિતના જાહેર સ્થળોએ પણ જવાની મનાઈ ફરમાવાઈ હતી તેથી આ વર્ષે પણ એવું જ થશે તેવી શક્યતા હતી જોકે આ સ્થળો આ વર્ષે ખુલ્લા રહેશે તેવો નિર્ણય લેવાયો છે.

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, ઈશ્વરિયા પાર્ક સહિતના સ્થળો તહેવારોમાં ખુલ્લા રહેશે. જોકે તેમાં ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય તે માટે પ્રવેશ આપવા માટે મર્યાદા નક્કી કરાશે આ ઉપરાંત બીજી પોલિસી પણ નક્કી કરાશે. આ માટે ગુરુવારે વીડિયો કોન્ફરન્સ છે અને સરકારમાંથી સૂચના મુજબ કાર્યવાહી થશે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ પણ પ્રદ્યુમ્નપાર્ક ખુલ્લું જ રહેશે તેમ કહ્યું છે જોકે ત્યાં પણ મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત રહેશે અને માસ્ક તેમજ સેનિટાઈઝેશન બાદ જ પ્રવેશ આપવામાં આવશે.

કોરોનાકાળમાં પ્રથમ વખત તહેવારોમાં જાહેર સ્થળોએ ફરવાની મંજૂરી અપાઈ છે તેથી આ સ્થળોએ પણ ટોળાં ન થાય તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય તે માટે શું આયોજન કરવું તે પડકારને પહોંચી વળવા ગુરુવારે નવા નિર્ણયો લેવાશે.

અન્ય સમાચારો પણ છે...