રાજકોટમાં બે અકસ્માત:કાળીપાટ ગામ પાસે ટ્રકનું ટાયર બદલતા યુવકને ઠોકરે લીધા બાદ આઇસરચાલકનું મોત, ક્રેનથી મૃતદેહ બહાર કઢાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • અન્ય કિસ્સામાં મોરબી રોડ પર ચા પીને સિક્યુરિટીમાં ફરજ પર જતી વખતે આધેડનું બેકાબુ બાઈકે અડફેટે લેતા મોત

રાજકોટમાં આજે અકસ્માતના બે બનાવ સામે આવ્યા છે. જ્યાં પ્રથમ કિસ્સામાં કાળીપાટ ગામ પાસે ટ્રકનું ટાયર બદલતા યુવકને ઠોકરે લીધા બાદ આઇસરચાલકનું મોત થતા તેનો મૃતદેહ ક્રેનથી બહાર કાઢવામાં આવ્યો હતો. જયારે બીજા કિસ્સામાં મોરબી રોડ પર ચા પીને સિક્યુરિટીમાં ફરજ પર જતી વખતે આધેડનું બેકાબુ બાઈકે અડફેટે લેતા મોત ઘટના સ્થળે મોત નીપજ્યું છે.

ટ્રક પાછળ આઈસર ધડાકાભેર અથડાયું
પ્રથમ કિસ્સાની વાત કરીએ તો રાજકોટના કાળીપાટના પાટીયા પાસે ટાયર બદલી રહેલા બંધ ટ્રક પાછળ આઈસર ધડાકાભેર અથડાયું હતું. જેમાં જસદણના આઈશર ચાલક વિશાલને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. જયારે બંધ ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.

બન્ને ટ્રક ફસાઈ ગયા
પ્રાપ્ત વિગત મુજબ કાળીપાટ પાટીયાના પાસે રોડની બંધ સાઈડમાં પંચર પડેલા બંધ ટ્રકની પાછળ આઈશર ચાલકે વિશાલભાઈ જગાભાઈ ધોળકીયા (ઉ.વ.25)એ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ધડાકાભેર અથડાવતા બન્ને ટ્રકની વચ્ચે ફસાઈ ગયા હતા. અને જેમને ક્રેનની મદદથી બહાર કાઢી માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે સારવારમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડ્રાઈવર સારવાર હેઠળ
દરમિયાન યુવક સારવારમાં પહોંચે તે પહેલા જ રસ્તામાં જ દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. જયારે બંધ ટ્રકમાં પંચર પડયુ હોવાથી ટાયર બદલી રહેલા ડ્રાઈવર મનસુખભાઈ સાતાભાઈ પરમાર આઈશર અથડાતા ફંગોળાઈને પટકાયા હતા. જેમાં ગંભીર ઈજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.

મૃતક અપરિણીત હતો
જસદણના બળધોઈમાં રહેતા વિશાલભાઈ ટ્રાન્સપોર્ટની ગાડીમાં ડ્રાઈવરની નોકરી કરે છે અને ગત રાત્રીએ તેઓ આઈશર લઈને રાજકોટથી જસદણ તરફ જઈ રહ્યા હતા. ત્યારે કાળીપાટના પાટીયા પાસે ટાયર બદલી રહેલા બંધ ટ્રક પાછળ આઈશર અથડાતા ઘટના ઘટી હતી. મૃતક અપરિણીત હતો અને ત્રણ ભાઈમાં મોટો હતો. જેના મોતથી પરીવાર પર આભ તુટી પડયું હતું. જે અંગે આજીડેમ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

બાઈક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો
બીજા કિસ્સામાં રાજકોટ મોરબી રોડ ઉપર ચા પીને નોકરી ઉપર જતા સિક્યુરીટી ગાર્ડનું હિટએન્ડ રનની ઘટનામાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મોરબી રોડ ઉપર બાલાજી સોસાયટીમાં રહેતા વાલજીભાઈ નાનજીભાઈ ડાંગર નામના 58 વર્ષના આધેડ ખોખડદળ ગામ પાસે ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

હિટ એન્ડ રનની ઘટના ઘટી
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આડેધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ આધેડનું મોત નિપજ્યું આધેડના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વાલજીભાઈ ડાંગર નવા બનતા પાર્ટી પ્લોટમાં સિક્યુરીટી તરીકે નોકરી કરે છે. આધેડ ચા પીવા ગયા હતા ત્યારે હિટ એન્ડ રનની ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...