તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઐતિહાસિક ધરોહર:1800 વર્ષ જૂની ખંભાલીડા બૌદ્ધ ગુફાને પ્રવાસન સ્થળ વિકસાવવા કલેક્ટરે કમર કસી, બીજા તબક્કાનું કામ 1 વર્ષમાં પૂરું કરાશે, અમિતાભ બચ્ચને શૂટિંગ કર્યું'તું

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
અજંટા-ઇલોરાથી પણ જૂની ખંભાલીડાની બૌદ્ધ ગુફા. - Divya Bhaskar
અજંટા-ઇલોરાથી પણ જૂની ખંભાલીડાની બૌદ્ધ ગુફા.
  • પ્રાર્થના હોલ, ગેસ્ટ હાઉસ અને ભોજનાલય માટે બિલ્ડિંગનું નિર્માણ
  • મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું

રાજકોટ જિલ્લાના કાગવડ નજીક ખંભાલીડા ખાતે આવેલી 1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફાને રક્ષિત સ્થળ તરીકે જાહે૨ ક૨વામાં આવી છે. આ ઐતિહાસિક સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સ૨કા૨ના ખાસ પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માટે રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુએ કમર કસી છે અને એક વર્ષમાં કામ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક વારસાની ધરોહર ગણાતી આ બૌદ્ધ ગુફામાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચને પણ ખુશ્બૂ ગુજરાત કીનું શૂટિંગ કર્યું હતું.

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં બેઠક મળી હતી
જિલ્લા કલેક્ટ૨ અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનું બીજા તબક્કાનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરી દેવાશે. તાજેત૨માં ગાંધીનગ૨ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ખંભાલીડાની બૌદ્ધ ગુફાના સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટમાં થયેલાં કામો અંગે પ્રેઝન્ટેશન પણ ક૨વામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખંભાલીડાની આ બૌદ્ધ ગુફાની શોધ પુરાતત્ત્વવિદ પી.પી.પંડ્યા દ્વારા ક૨વામાં આવી હતી.

પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત તત્કાલીન નાણામંત્રી વજુભાઈ વાળાના હસ્તે થયું હતું
આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા વર્ષ 2011માં પ્રોજેક્ટ હાથ પ૨ લઈ આ સમયે પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત એ સમયના નાણામંત્રી વજુભાઈ વાળાના હસ્તે ક૨વામાં આવ્યું હતું. ત્યા૨ બાદ આ પ્રોજેક્ટ થોડો ચાલ્યા બાદ ચા૨થી પાંચ વર્ષ સુધી તેનું કામ અટકી પડ્યું હતું. બાદમાં આ પ્રોજેક્ટને આગળ વધા૨વા ગતિ અપાય છે. આ પ્રોજેક્ટમાં બૌદ્ધ ગુફાથી 300 મીટ૨ દૂ૨ પ્રાર્થના હોલ, ગેસ્ટહાઉસ અને ભોજનાલયના બિલ્ડિંગનું નિર્માણ કરાયું. આ પ્રોજેક્ટને પૂર્ણ ક૨વા માટે કલેક્ટ૨ અરુણ મહેશ બાબુએ કમ૨ કસી છે.

1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફા આવેલી છે.
1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફા આવેલી છે.

ગોંડલથી 20 કિલોમીટરના અંતરે ગુફા આવેલી છે
ગોંડલથી 20 કિલોમીટર દૂર આવેલા ખંભાલીડા ગામમાં 1957-59ની સાલમાં ગામની ટેકરીઓની ઓથમાં ક્ષત્રિય અને ગુપ્ત કાળના સંધી સમયની બૌદ્ધ ગુફાઓની અલભ્ય શોધ થઇ હતી. આ ગામમાં 1700થી 1800 વર્ષ પહેલાંના સમયની બૌદ્ધ ગુફાઓમાં વિહાર સભાખંડો અને ચૈત્યગૃહો આવેલાં છે. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ જોતાં જ અજંતા-ઇલોરાની ગુફાઓ ઝાંખી પડે તેવી 1800 વર્ષથી બેનમૂન છે.

બૌદ્ધ ગુફાઓમાં વિહાર સભાખંડો અને ચૈત્યગૃહો આવેલાં છે.
બૌદ્ધ ગુફાઓમાં વિહાર સભાખંડો અને ચૈત્યગૃહો આવેલાં છે.

અમિતાભ બચ્ચને આ ગુફાની ખુશ્બૂ ફેલાવી
ગુજરાત રાજ્યના ટૂરિઝમ વિભાગ દ્વારા ઐતિહાસિક સ્થળોની ઝાંખી કરાવવા ખુશ્બૂ ગુજરાત કી નામની ડોકયુમેન્ટરી ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરી ફિલ્મના ત્રીજા તબક્કાના શૂટિંગ માટે બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન ખંભાલીડા આવ્યા હતા. ગોંડલ નજીક ભાદર નદીના કાંઠે વસેલા પ્રાચીન ગણાતી બૌદ્ધ ગુફામાં સવારના સાતથી સાંજના છ સુધી તેમણે શૂટિંગ કર્યું હતું. અહીં તેમણે કાઠિયાવાડી ભોજનનો પણ સ્વાદ માણ્યો હતો.

પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.
પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

ખંભાલીડા બૌદ્ધ ગુફાનો ઇતિહાસ
આ ગુફાના પૂર્વ દ્વારની બંને બાજુએ ઊંચા કદની ખંડિત હાલતમાં બોધિસત્ત્વ પદ્મપાણિ અવલોકિતેશ્વર અને વજ્જપાણિ મૂર્તિઓ કોતરેલી જોવા મળે છે. ગુજરાત ટૂરિઝમ વિભાગ દ્વારા તૈયાર થયેલી ખુશ્બૂ ગુજરાત કીની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં પણ આ પ્રાચીન બૌદ્ધ ગુફાનો ઉલ્લેખ કરાયો છે. ત્રીજી સદીના અંત અને ચોથી સદીની શરૂઆતમાં ગિરનાર પર્વત પર વિહાર કરતા બૌદ્ધ સાધુઓ જંગલ માર્ગે ખંભાલીડા પહોંચ્યા હતા. એ સમયે ખંભાલીડા ગીરનું પ્રવેશ સ્થાન ગણાતું હતું. ગીરનું જંગલ પણ ચોટીલા સુધી વિસ્તરેલું હતું. અહીં બૌદ્ધ સાધુઓના લાંબા વિહાર દરમિયાન ગુફાઓનું નિર્માણ કરાયું હતું. એ જોતાં અજંટા-ઇલોરાની ગુફાઓ કરતાં પણ આ ગુફાઓ જૂની છે. ગુફામાં બોધિસત્ત્વ અવલોકિતેશ્વર અને પદ્મપાણિના શિલ્પો કોતરાયેલાં છે.

પુરાતત્ત્વ વિભાગ દ્વારા શોધ થઈ હતી.
પુરાતત્ત્વ વિભાગ દ્વારા શોધ થઈ હતી.

ખંભાલીડાની ગુફાની જાળવણી 6 કરોડનો ખર્ચ કરાયો
રાજકોટ શહેર અને જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજકોટના ભૂતપૂર્વ કલેક્ટર ડો.રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને એક કમિટી પણ બનાવવામાં આવી હતી, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર, નિવાસી નાયબ કલેક્ટર, આર એન્ડ બીના ઇજનેર, ડીડીઓ, જિલ્લા આયોજન અધિકારી તથા અતુલ ઓટોના જયંતભાઈ ચાંદ્રા અને જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા, બાન લેબ્સના મૌલેશભાઈ પટેલ જેવા જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખંભાલીડાની ગુફાઓ માટે રૂપિયા સાડાછ કરોડના ખર્ચે વિકાસકાર્ય પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...