તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ રીતે બનશે ધો.10ની માર્કશીટ:રિઝલ્ટ વિશે મૂંઝવણ છે તો વાંચો આ, ધો.9ની બે અને 10ની એક પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ હશે તો રિઝલ્ટ પણ ફર્સ્ટ ક્લાસ આવશે

રાજકોટ4 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • એકમાં 50, બીજીમાં 60 અને ત્રીજીમાં 70 માર્ક આવ્યા હોય તો એની એવરેજ કાઢીને પરિણામમાં માર્ક આપવામાં આવશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ પરિણામ અંગે આવતા અઠવાડિયે નિર્ણય લેવામાં આવશે, જેમાં 12 સભ્યની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ-પ્રમુખ જતીન ભરાડનો પણ સમાવેશ કરાયો છે. જતીન ભરાડે ધો.10નું પરિણામ કંઈ રીતે બનશે એની વિગતવાર અને ઉદાહરણ આપી DivyaBhaskar સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ધો.9ની પ્રથમ-દ્વિતીય અને ધો.10ની છ માસિક પરીક્ષાના માર્કના આધારે રિઝલ્ટ બનશે. ધો. 9ની બે અને ધો.10ની એકમાં ફર્સ્ટ ક્લાસ હશે તો રિઝલ્ટ પણ ફર્સ્ટ ક્લાસ આવશે. દરેક વિષયવાઇઝ પરિણામ તૈયાર કરવામાં આવશે.

પ્રથમ કસોટીના 50 માર્કને 20 માર્કમાં ફેરવવાના
જતીન ભરાડે જણાવ્યું હતું કે નવમા ધોરણની અંદર સામાન્ય રીતે ત્રણ પરીક્ષા હોય છે. પ્રથમ કસોટી, દ્વિતીય કસોટી અને વાર્ષિક પરીક્ષા. વાર્ષિક પરીક્ષા આ લોકોની લેવાય નથી, કારણ કે માસ પ્રમોશન આપ્યું છે. પ્રથમ અને દ્વિતીય કસોટી લેવાય છે. એ બંનેમાં માર્ક આવ્યા હોય અને એ કસોટી સામાન્ય રીતે 50-50 માર્કની હોય છે. પ્રથમ કસોટીના 50 માર્કને 20 માર્કમાં ફેરવવાના. દા.ત. 60 માર્ક હોય તો 30 માર્ક ગણવાના અને 20 માર્ક આવ્યા હોય તો એને 12 માર્ક આવે.

ચાર પરીક્ષાની માર્કશીટ ભેગી કરીને પરિણામ બનશે
જતીન ભરાડે વધુમાં જણાવ્યું હતું કે આમાં કોઇ એક પરીક્ષા પર નહીં, પરંતુ ચાર પરીક્ષાનાં પરિણામ પરથી પરિણામ તૈયાર થશે. દા.ત. ચારેય પરીક્ષામાં 50 ટકા પરિણામ આવ્યું હોય તો પરિણામ 50 ટકા જ આવશે. જો ચારેય પરીક્ષામાં અલગ અલગ માર્ક આવ્યા, જેમ કે એકમાં 50, બીજીમાં 60, ત્રીજીમાં 70 અને ચોથીમાં 80 માર્ક આવ્યા હોય તો એની એવરેજ કાઢીને પરિણામમાં માર્ક આપવામાં આવશે. ધો.9માં જેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તેને આમાં ફર્સ્ટ કલાસ આવી શકે.

આ રીતે ધો.10ના પરિણામની ફોર્મ્યુલા છે

ક્રમવિગતમહત્તમ ગુણ
Aવિદ્યાર્થીના ધોરણ-9ની પ્રથમ સામાયિક કસોટી (કુલ ગુણ 50)માંથી મેળવેલ ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરેલા ગુણ20
Bવિદ્યાર્થીના ધોરણ-9ની દ્વિતીય સામાયિક કસોટી (કુલ ગુણ 50)માંથી મેળવેલ ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરેલા ગુણ20
Cવિદ્યાર્થીના ધોરણ-10ની તા.19/03/2021થી તા.27/03/2021 દરમિયાન ઓનાલાઈન/ઓફલાઈન માધ્યમથી યોજાયેલા પ્રથમ સામાયિક કસોટી (કુલ ગુણ 80)માંથી મેળવેલા ગુણને 37.5 ટકામાં રૂપાંતરિત કરેલા ગુણ20
Dવિદ્યાર્થીના ધોરણ-10ની એકમ કસોટી (કુલ ગુણ 25)માંથી મેળવેલા ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરેલા ગુણ20

સરળ ભાષામાં દા.ત. જોઇએ તો...

1.ધો.9ની પ્રથમ સામાયિક કસોટીમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળ્યા હોય તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય
2.ધો.9ની દ્વિતીય સામાયિક કસોટીમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય
3.ધો.10ની પ્રથમ સામયિક કસોટીમાં કુલ ગુણ 80માંથી 60 ગુણ મળે તો તેને 37.5 ટકામાં રૂપાંતરિત કરીએ તો 22.5 ગુણ થાય
4.ધો.10ની એકમ કસોટીમાં કુલ ગુણ 25માંથી 20 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 8 ગુણ થાય
રિઝલ્ટઃ એટલે ચારેયનો સરવાળો કરીએ તો 62.5 ગુણ થાય

ચારેય પરીક્ષાના 20-20 થઈ 80 માર્ક ગણવાના
નવમા ધોરણની પ્રથમ કસોટીના 20 માર્ક, દ્વિતીય કસોટીના 20 માર્ક અને 10 ધોરણની એકમ કસોટીના 20 માર્ક અને ફાઇનલ પરીક્ષાના 20 માર્ક લેવાના રહે. એટલે ચારેય પરીક્ષાના ટોટલ 80 માર્ક લેવાના રહે અને એ મુજબ પરિણામ ફાઇનલ થાય.

અન્ય સમાચારો પણ છે...