તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપૂરમાંથી પણ કમાણા:રાજકોટમાં ઘરેલું પ્રાણવાયુ પણ મોંઘો, કપૂરનો કિલોનો ભાવ રૂ. 1200થી 1300 હતો, કોરોનાની બીજી લહેરમાં વધીને 1700થી 1800 થયા

રાજકોટ4 દિવસ પહેલા
  • પૂજા-પાઠમાં વપરાતા કપૂરની હાલ લોકો પોટલી બનાવી સાથે રાખે છે
  • એક વર્ષથી કપૂર હવે કોરોના સામે રક્ષણ મેળવવા માટે વપરાય છે

રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં 40 ટકા દર્દીઓનું ઓક્સિજન લેવલ નીચુ આવતુ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. મેડિકલ ઉપચારની સાથોસાથ આ વખતે લોકો ઘરેલું ઉપચારનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે. ઘરેલું પ્રાણવાયુ તરીકે ઓળખાતા કપૂરનો ભાવ રાજકોટમાં રાતોરાત ઉછળ્યો છે. 1200થી 1300 રૂપિયામાં કિલોએ વેચાતા કપૂરનો ભાવ આજે 1700થી 1800 રૂપિયા થઇ ગયો છે. આથી કિલોએ 500થી 600 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે.

કપૂર કોરોના સામે સુરક્ષાકવચ બન્યું
કપૂર, લવિંગ અને અજમાની પોટલી ખિસ્સામાં રાખી વારંવાર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. આવું આજકાલ આપણે તમામ લોકોના મોઢે સાંભળીયે છીએ. કોરોનાની આ બીજી લહેરમાં લોકોનું ઓક્સિજન લેવલ તરત ઘટી જાય છે. જેને લઇને લોકો આ પ્રકારના નુસ્ખાઓ અજમાવી રહ્યાં છે. હાલ રાજકોટની બજારમાં કપૂરની ડિમાન્ડ ખૂબ જ વધી છે. સામાન્ય રીતે લોકો કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ માટે કરતા હોય છે. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષથી કપૂર હવે કોરોના સામે રક્ષણ મેળવવા માટે વપરાય છે.

ભીમસેન કપૂરની ડિમાન્ડ વધી છે.
ભીમસેન કપૂરની ડિમાન્ડ વધી છે.

હાલ ભીમસેન કપૂરની ડિમાન્ડ ખૂબ જ વધી છે
અત્યારના સમયમાં ડોક્ટર પણ આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી રહ્યાં છે. ત્યારે લોકો હવે કપૂરની પોટલી બનાવી સાથે રાખી રહ્યાં છે. આ કપૂરની પોટલી બજારમાં 40થી 60 રૂપિયાની વહેંચાય છે. ફક્ત કપૂરની પોટલી જ નહીં પરંતુ લોકો કપૂરની અગરબત્તીની પણ ધૂમ ખરીદી કરી રહ્યાં છે. કપૂર 3-4 પ્રકારના આવે છે. જેમાંથી હાલ ભીમસેન કપૂરની ડિમાન્ડ ખૂબ જ વધી છે. તો સાથે જ પહેલા જે કપૂરના કિલોના ભાવ 1200થી 1300 રૂપિયા હતા જે આજે વધીને 1700થી 1800 રૂપિયા ભાવ થઈ ગયો છે.

પૂજા-પાઠમાં વપરાતું કપૂર દવા તરીકે વપરાવા માંડ્યું.
પૂજા-પાઠમાં વપરાતું કપૂર દવા તરીકે વપરાવા માંડ્યું.

કપૂરની ગોળીથી થતા ફાયદાઓ
જો તમારું ઓક્સિજન લેવલ નીચું જતું રહે તો કપૂરની બે ગોળી, એક ચમચી અજમા અને લવિંગનો ભુક્કો કરીને પોટલી બનાવીને સૂંઘવાથી ઓક્સિજન લેવલ ઊંચું રહે છે તેવું આયુર્વેદિક ડોક્ટરનું પણ માનવું છે. સાથોસાથે ઓક્સિજન લેવલ વધારવા માટે અડધી કલાક સુધી ઉંધા સૂવાની સલાહ પણ ડોક્ટર આપી રહ્યાં છે. આયુર્વેદિક ડોક્ટરના મતે કપૂરની ગોળી સુંઘવાથી ઓક્સિજન લેવલ વધે છે અને ધૂમાડો કરવાથી હવામાં વાયરસનો નાશ થાય છે.

પૂજા-પાઠની સામગ્રી વેચતા વેપારીઓ કહે છે કે હાલ કપૂરનો ભાવ વધ્યો છે.
પૂજા-પાઠની સામગ્રી વેચતા વેપારીઓ કહે છે કે હાલ કપૂરનો ભાવ વધ્યો છે.

દવા તરીકે લોકો કપૂરનો ઉપયોગ કરે છે- વેપારી
પૂજાની સામગ્રી વેચતા વેપારી કાદર વ્હોરાએ જણાવ્યું હતું કે, પહેલા કપૂરનો ઉપયોગ દીવાબત્તી અને પૂજાપાઠ માટે થતો હતો. હવે લોકો કપૂરનો ઉપયોગ ઘણી પ્રકારે કરી રહ્યાં છે. લોકો હવે દવા તરીકે કપૂરનો ઉપયોગ કરવા લાગ્યા છે. આથી કપૂરની માગ વધી છે, ત્રણ-ચાર પ્રકારના કપૂરમાં ભીમસેન, વીલસન અને બ્રાસ કપૂરનો સમાવેશ થાય છે. હાલ ભીમસેન કપૂરની માગ વધી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો