તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગતનો તાત લાચાર:વરૂણદેવને રીઝવવા ખેડૂતો ભક્તિના સહારે, વિરપુરમાં ધરતીપુત્રોની 12 કલાક અખંડ રામધૂન, છાપરવડી-2 ડેમમાંથી 8 ગામને સિંચાઈનું પાણી છોડાયું

વિરપુર24 દિવસ પહેલા
સતીમાની દેરીએ અખંડ રામધૂન યોજાઇ.
  • ડેમમાં હાલ પાણીનો જથ્થો 20.33 MCFT, સંપૂર્ણ જથ્થો ખેડૂતોને સિંચાઈ માટે છોડવામાં આવ્યો

સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે. ત્યારે ખેડૂતોએ વાવેલા પાક નિષ્ફળ જઈ રહ્યાં છે. જેને લઈને ધરતીપુત્રો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે સાવ નહિવત વરસાદ વરસ્યો છે. આથી મેઘરાજાને મનાવવા વિરપુરમાં સતીમાં રતનમાની દેરી ખાતે સમસ્ત વિરપુર ગામના ખેડૂતો અને મહિલાઓ દ્વારા અખંડ 12 કલાકની શ્રીરામ જય રામ જય જય રામ....ની ધૂનનું આયોજન કરવામાં આવ્યું. ખેડૂતોએ ભગવાન શ્રીરામ સમક્ષ ધૂન બોલી પોતાના ખેતરોમાં વાવેલા પાક પર મેઘરાજા વહેલી તકે વરસાદ વરસાવે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. આ અખંડ ધૂનમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ હાજર રહ્યા છે. બીજી તરફ વિરપુરના જેપુર ગામ પાસે આવેલા છાપરવાડી-2 ડેમમાંથી 8 ગામના ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે.

વરસાદ વરસે અને સૌનું કલ્યાણ થાયઃ ખેડૂત
વિરપુરના મુકેશભાઇ પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, ખેડૂતોનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે ત્યારે સતીમાની દેરીએ 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રીરામને એટલી પ્રાર્થના કરીએ કે વહેલી તકે વરસાદ વરસાવે અને સૌનું કલ્યાણ કરાવે. અન્ય ખેડૂત કાળુભાઈ રાણપરીયાએ જણાવ્યું હતું કે, આજે સતીમા યુવક મંડળ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. વિરપુર ગામના તમામ જ્ઞાતિના ભાઇઓ તથા બહેનો રામધૂનમાં જોડાયા છે. ભગવાનને એટલી પ્રાર્થના છે કે, અમૃતરૂપી વરસાદ વરસાવી ખેડૂતો મૂરઝાતા પાકને નવું જીવન આપે.

છાપરવાડી - 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું.
છાપરવાડી - 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું.

વિરપુરના જેપુર ગામ પાસે આવેલા છાપરવાડી - 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ખેડૂત ચિંતાતુર બન્યો છે. ત્યારે ખેડૂતોના પાકો મૂરઝાવા લાગ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ માટે પાણી છોડવા નિર્ણય કર્યો છે. જેમને લઈને વિરપુરના જેપુર ગામ પાસે આવેલા છાપરવાડી-2 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું. ડેમ સાઈટના અધિકારી હિરેન જોશીએ જણાવ્યું હતું કે, છાપરવાડી-2 ડેમ સિંચાઈ માટેનો જ ડેમ હોય અને ડેમમાં હાલ પાણીનો જથ્થો 20.33 MCFT છે. જે સંપૂર્ણ પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઈ માટે છોડવામાં આવ્યો છે. આથી છાપરવાડી-2 ડેમના કેનાલ કાંઠે આવતા જેપુર, મેવાસા, જાંબુડી, પ્રેમગઢ સહિત આઠ જેટલા ગામોના ખેડૂતોને આ સિંચાઈનો લાભ મળશે અને મૂરઝાય રહેલા ખેડૂતોના પાકને જીવતદાન મળશે. જેમને લઈને આ ગામના ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

રામધૂનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ.
રામધૂનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ.

અગાઉ પણ 12 કલાકની અખંડ ભગવાન સ્વામિનારાયણની ધૂન યોજાઇ હતી
સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે. ત્યારે ખેડૂતોએ વાવેલા પાક લૂકાવા લાગ્યા છે. જેને લઈને ધરતીપુત્રો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ ગત વર્ષ કરતા સાવ નહિવત વરસાદ વરસ્યો છે. આથી મેઘરાજાને મનાવવા વિરપુરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ખેડૂતો, હરિભક્તો અને સંતો દ્વ્રારા 11 દિવસ પહેલા શ્રાવણી અગિયારસના પાવન દિવસે ભગવાન સ્વામિનારાયણની અખંડ 12 કલાકની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ સ્વામિનારાયણ ભગવાન સમક્ષ ધૂન બોલી પોતાના ખેતરોમાં વાવેલા પાક પર મેઘરાજા વહેલી તકે વરસાદ વરસાવે તેવી પ્રાર્થના કરી હતી.

(દિપક મોરબીયા, વિરપુર)

અન્ય સમાચારો પણ છે...