તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ:બજરંગવાડી વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ ઝડપાઈ, 67 હજારનો જથ્થો સીઝ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરવાનેદારનો પરવાનો 90 દિવસ સુધી મોકુફ કર્યો

કોરોનાની વૈશ્વિક બીમારી સામે લડતના સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને અનાજનો પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકારે ખાસ ઝુંબેશ સ્વરૂપે અનાજ વિતરણની વ્યવસ્થા શરૂ કરી છે. ત્યારે બજરંગવાડી ખાતેની પરવાનેદાર બી.ડી.જોષીની સરકારી સસ્તા અનાજની હંગામી દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારી પુજા બાવડાએ તપાસણી કરતા ગેરરીતિઓ થતી હોવાનું સામે આવ્યું હતું. જેથી અધિકારીએ 67 હજારનો જથ્થો સિઝ કર્યો હતો. આ સાથે જ પરવાનેદારનો પરવાનો 90 દિવસ સુધી મોકુફ કર્યો છે. 

દુકાનમાં રહેલા વિવિધ અનાજ, કેરોસિન અને મીઠાનો જથ્થો સીઝ

જિલ્લા પુરવઠા અધિકારી પુજા બાવડા દ્વારા સમયાંતરે સરકારી સસ્તા અનાજની દુકાનોની આકસ્મિક ચકાસણી કરવામાં આવે છે. આવી જ આકસ્મિક તપાસણી દરમિયાન રાજકોટ સ્થિત જામનગર રોડ પર આવેલી બજરંગવાડી ખાતેની પરવાનેદાર બી.ડી.જોષીની સરકારી સસ્તા અનાજની હંગામી દુકાનની રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાએ તપાસણી કરતા અનેક ગેરરીતિઓ જણાઇ આવી હતી. જેમાં હાજર અનાજના જથ્થાની ચકાસણી કરતા ઘઉં, ચોખા, ખાંડ, ચણા અને મીઠાના જથ્થામાં તફાવત જોવા મળ્યો હતો. જેમાં પરવાનેદાર દ્વારા નોન NFSA APL-1 ધારકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલા અને જથ્થામાંથી એપ્રિલ માસ દરમિયાન 388 તથા મે માસ દરમિયાન 614 રેશનકાર્ડ ધરાકોને અનાજનું વિતરણ નહીં કરીને તેઓની ઓનલાઇન એન્ટ્રી કરી ખોટા બિલ બનાવીને તે જથ્થાને તક મળતા અનધિકૃત રીતે બારોબાર ઉંચા ભાવે સગેવગે કરેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી અધિકારીએ કડક કાર્યવાહી કરી પરવાનેદારનો પરવાનો તાત્કાલિક અસરથી 90 દિવસ માટે મોકુફ કર્યો અને દુકાનમાં રહેલા વિવિધ અનાજ, કેરોસિન અને મીઠાના કુલ રૂ. 67905ના જથ્થાને સીઝ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...