રાજકોટ AIIMSનું કામ પૂરજોશમાં:OPD બાદ ટૂંક સમયમાં IPD શરૂ થશે, MRI અને સીટી સ્કેન સહિત 18 જેટલી મલ્ટી સ્પેશિયાલિટીનો લાભ મળશે

રાજકોટએક મહિનો પહેલા

મેડિકલ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા રાજકોટમાં AIIMSરૂપી વધુ એક ઘરેણું ઉમેરાઈ જવા પામ્યું છે. રાજકોટની ભાગોળે પરાપીપળીયા ગામે નિર્માણ પામી રહેલી ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલનું કામ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે. રાજકોટ જામનગર રોડ પર રૂપિયા 1195ના ખર્ચે 201 એકરમાં બની રહેલી AIIMS હોસ્પિટલ 750થી વધુ બેડથી સજ્જ હશે. મહત્ત્વનું છે કે, એક વર્ષ પહેલાં જ 100 જેટલા બેડની OPD શરૂ કરી દેવામાં આવી હતી અને હવે ટૂંક સમયમાં જ IPD પણ શરુ કરવામાં આવશે.

ટૂંક સમયમાં જ IPD પણ શરુ કરવામાં આવશે
ટૂંક સમયમાં જ IPD પણ શરુ કરવામાં આવશે

3થી 4 વિભાગોની કામગીરી બાકી
હાલ AIIMS હોસ્પિટલની 5 બિલ્ડીંગો તૈયાર થઈ ગઈ છે. જેમાંથી એક બિલ્ડિંગમાં અત્યારે OPD શરૂ કરી દેવામાં આવી છે. અન્ય બે બિલ્ડિંગોમાં હોસ્ટેલ અને અદ્યતન લેબ તૈયાર કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય બિલ્ડિંગનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. જે બાદ આગામી મેં અથવા જૂન મહિનામાં IPD પણ શરૂ થશે એટલે કે હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવશે. જોકે, આ પછી માત્ર 3થી 4 વિભાગોની કામગીરી બાકી રહેશે અને વર્ષ 2023ના અંત સુધીમાં આખી હોસ્પિટલ શરૂ થઈ જાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

જૂન મહિનામાં IPD પણ શરૂ થશે
જૂન મહિનામાં IPD પણ શરૂ થશે

નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ શરૂ
AIIMSના ડાયરેક્ટર ડોક્ટર સી.ડી.એસ કટોચે મીડિયાને જણાવ્યું હતું કે, અમારા તરફથી બધી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે સ્ટાફની ભરતી પણ કરી લેવામાં આવી છે અને હાલ નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. IPD માટે જે સાધનોની જરૂર પડે તેની ખરીદી પણ કરવામાં આવી રહી છે.

બિલ્ડિંગના બાધકામની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે.
બિલ્ડિંગના બાધકામની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે.

IPDના 5 જેટલા ટાવર બનશે
વધુમાં તેમને જણાવ્યું હતું કે, હોસ્પિટલ ફર્નિચર માટેનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. જ્યારે AIIMSની બિલ્ડીંગ તૈયાર થઈ જશે ત્યારે અમારી પાસે 15 દિવસથી 1 મહિનાની અંદર બધો જ સામાન આવી જશે. IPDના 5 જેટલા ટાવર બની રહ્યા છે. જેમાંથી બે જેટલા ટાવરો તૈયાર થઈ ગયા છે અને આ બંને ટાવરમાં 250 બેડની કેપીસીટી ધરાવે છે. કન્ટ્રક્શનમાં મોડું થવાને લીધે થોડુંક ડીલે થાય રહ્યું છે. પરંતુ અઠવાડિયામાં એક વખત સતત કેન્દ્ર સરકાર અને AIIMS અધિકારીઓ સતત ફોલોઅપ લઈ રહ્યા છે અને જલ્દીથી જલ્દી કામગીરી પૂર્ણ થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે અને જૂન સુધીમાં IPD શરૂ કરી દેવામાં આવશે.

બંને ટાવરમાં 250 બેડની કેપીસીટી ધરાવે છે
બંને ટાવરમાં 250 બેડની કેપીસીટી ધરાવે છે

IPDમાં આટલી સુવિધાઓ મળશે
IPDમાં ઓછામાં ઓછી 18 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી, ઓપરેશન થિયેટરનું કામ ઓક્ટોબર,નવેમ્બર MRI અને સીટી સ્કેનનું મશીન, ડાયગ્નોલોજીક રેડિયો સહિતની સુવિધાઓ શરૂ થઈ જશે અને ગુજરાતની જનતાને 2023 સુધીના અંત સુધીમાં AIIMS હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે.

બાંધકામની મિલીટરીના ધોરણે કામગીરી ચાલુ
બાંધકામની મિલીટરીના ધોરણે કામગીરી ચાલુ

ગંભીર રોગની સારવાર પણ થઈ શકશે
જનતાને સારી સુવિધા મળે તેવો પ્રયત્ન પણ કરવામાં આવશે એટલે કહી શકાય કે 2023ના અંત સુધીમાં ગુજરાતની જનતાને મોટાભાગની જે સુવિધા છે તે મળી જશે અને બે થી ત્રણ મહિનામાં જ મલ્ટી સ્પેશિયાલિટી સારવાર પણ શરૂ કરી દેવામાં આવશે. જેમાં ગંભીર રોગની સારવાર પણ થઈ શકે જેવા કે ઓપરેશન સહિતની જે સારવાર છે તે શરૂ થઈ જશે.

એઇમ્સ હોસ્પિટલના બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે.
એઇમ્સ હોસ્પિટલના બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે.

AIIMSમાં કુલ 750 બેડ હશે
રાજકોટ નજીક આવેલા પરા પીપળિયા ગામ પાસે 201 એકરમાં AIIMS હોસ્પિટલ આકાર પામી રહી છે. જેમાં કુલ 750 બેડ હશે તેમાં મુખ્ય 19 જેટલી બિલ્ડીંગો નિર્માણ બનાવાશે. મોટાભાગની બિલ્ડીંગોના કામ પૂર્ણતાના આરે છે. હોસ્પિટલના સ્પેશિયાલિટી વિભાગમાં 120 બેડ હેશે. જેમાં જનરલ સર્જરીના 60 બેડ, ઓર્થોપેડિકસના 30, આંખના વિભાગના 15, નાકની સારવાર માટે 15 બેડ ઉપલબ્ધ રહેશે. મેડિસિન વિભાગમાં 165 બેડની વ્યવસ્થા હશે જે પૈકી જનરલ મેડિસિનના 60, બાળકોના 60, ચામડીના રોગ માટે 15 તેમજ મનોચિકિત્સક વિભાગમાં 30 બેડની અને ગાયનેક વિભાગમાં 75 બેડની સુવિધા ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...