ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:પરેશ જોષી આપઘાત કેસ - ઈનવર્ડ નં. 2143 તારીખ 29-09-2021માં ઉપરી અધિકારીઓ સામે મ્યુનિસિપલ કમિશનરને કરેલી રજૂઆતના અંશ

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

1 ઓક્ટોબરે મ્યુનિસિપલ કમિશનરે ડીએમસીને રજૂઆતનો પત્ર મોકલ્યો હતો, અમિત અરોરાએ પણ 14 ઓક્ટોબરે ઈસ્ટ ઝોનના 6 નાયબ ઈજનેરને વાય. કે. ગોસ્વામીના ત્રાસ સંદર્ભે રૂબરૂ મળી પૂછપરછ કરી હતી જો કે, ત્યારબાદ કોઈ સામે પગલાં ન લેવાતા ઈજનેર જોષીના આપઘાત સુધી મામલો પહોંચ્યો

  • બીમારી સબબ હક્ક રજા મુકવા પુરાવા આપ્યા છતાં રદ કરે છે જેથી ઘણા ચાલુ ફરજ દરમિયાન જ ઘણા કર્મચારીના મૃત્યુ થયા છે જે ખુબ ગંભીર બાબત છે
  • ઘરના કે માઠા પ્રસંગોએ મુકેલી રજા અચાનક જ રદ કરી દેવાય છે જેથી સામાજિક રીતે ઈજનેરોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે
  • ગટર અને સ્ટોર્મ વોટરની સફાઈ પહેલા સેનેટરી ઈન્સપેક્ટર પાસે કરાવાતી હવે તે કામ ઇજનેરો પાસે કરાવાય છે
  • કોવિડ-19માં કન્ટેઈનમેન્ટ ઝોનમાં જઈને સરવેની કામગીરી કરી છે છતાં કોરોનામાં મૃત્યુ પામનાર ઇજનેરોને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર મનપા કચેરી જ ગણતી નથી, કોઈ મદદ કરાઈ નથી.
  • કામગીરી કરાવવા સામે સુવિધા આપવામાં તંત્ર નબળું પડે છે. માહિતી ઈમરજન્સી તરીકે મગાય તેની સામે ગુજરાતી ટાઈપિસ્ટ ઓપરેટર ફાળવ્યા નથી તે કામ ઈજનેરો કરે છે અને તે માટે જૂના કમ્પ્યુટર, ખખડધજ પ્રિન્ટર છે.
  • ઉપરી અધિકારી કામની ગુણવત્તાની અપેક્ષાઓ વધુ છે પણ સગવડતાના નામે ‘શૂન્ય’ વ્યવસ્થા છે.

રજૂઆતમાં મુદ્દા નં. 13 ઘણું કહી જાય છે
‘ઝોનમાં સિટી એન્જિનિયરી/એડી. સિટી એન્જિનિયર દ્વારા તેમના તાબા હેઠળના સ્ટાફને સાઈટ પર તેમજ ઓફિસમા કોઇને કોઇ કારણોસર ગેરવર્તણૂક તેમજ ઉધ્ધતાઈ ભરેલું વર્તન અને બેફામ વાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. જેના કારણે લગત કર્મચારીએ માનસિક તાણનો સામનો કરવો પડતો હોય જેના કારણે તેની કાર્યક્ષમતામાં વિપરીત અરસ થાય છે.

જાણો સમગ્ર ઘટનાક્રમ
29-09-2021 : 16 ડેપ્યુટી ઈજનેરોની સહીથી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ, ઈનવર્ડ નં. 2143
01-10-2021 : આ રજૂઆત અન્વયે નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમારને કમિશનરે ફાઈલ મોકલી તપાસ કરવા કહ્યું
14-10-2021 : તત્કાલીન ઈસ્ટ ઝોનના 6 ઈજનેરને મ્યુનિસિપલ કમિશનરે બોલાવી ગોસ્વામી સાથે શું વાંધો છે તેમ પૂછ્યું
30-12-2021 : ઈસ્ટ ઝોનના આસિ. ઈજનેર પરેશ જોશીનો ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત, છેલ્લે વાય.કે. ગોસ્વામી અને મધુરમ કન્સ્ટ્રક્શનના ઈજનેર હાર્દિક સાથે થઈ વાત
31-12-2021 : મ્યુનિ. કમિશનર અરોરા અને નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારનું નિવેદન, ઉપરી અધિકારી વિરૂધ્ધ કોઇ રજૂઆત મળી નથી
પોલીસ ફરિયાદ દાખલ થઈ જેમાં ઉપરી અધિકારીના ત્રાસનો ઉલ્લેખ

સિટી ઈજનેરોના ત્રાસથી આ ડેપ્યુટી ઈજનેરોએ કરી હતી પગલાંની માગ
બી.પી. વાઘેલા, કે. કે. મહેતા, એન. એ. મકવાણા, એમ. બી. ગાવિત, બી. એમ. બોલણિયા, એ.જી. ડાભી, જીતેન્દ્ર ટી. લોલરિયા, મનોજ શ્રીવાસ્તવ, વી.પી. પટેલિયા, વિપુલ સી. રાજદેવ, આર. જી. પટેલ, જતીન પંડ્યા, આર.બી. સોલંકી, આઈ.યુ. વસાવા, વી. સી. મુંધવા, મહેશ રાઠોડ

‘ગધેડા’, બુધ્ધિ વગરના, તને કંઇ આવડતું નથી’, ઈજનેરોએ આ શબ્દો સાંભળવાના
સિટી એન્જિનિયર જાણે કોર્પોરેશનને પેઢી અને પોતાને માલિક સમજતા હોય તેમ નીચેના કર્મચારીઓ સાથે વર્તન કરે છે. સાયન્સ અભ્યાસક્રમ લીધા બાદ એન્જિનિયરિંગ કોલેજમાં સારા ગુણ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણ સાથે રાજકોટ મનપામાં ડેપ્યુટી અને આસિ. ઈજનેર તરીકે નોકરી મેળવેલા ઈજનેરોની કોઇ ઈજ્જત કે લાગણી સિટી ઈજનેરો રાખતા નથી. તેમને જાહેરમાં અપમાનિત કરવા માટે ‘ગધેડા’, ‘બુધ્ધિ વગરના’, ‘તને કઇ આવડતું નથી, નકામો છો’ આવા શબ્દો કહી દેવાય છે. જેમાં ત્રણેય ઝોન પૈકી વાય. કે. ગોસ્વામી અપશબ્દો બોલવામાં સૌથી આગળ પડતા રહ્યા છે.