કસ્ટમ વિભાગના દરોડા:રાજકોટમાં યાજ્ઞીક રોડ પર બિલ વગરના મોંઘા મોબાઈલના વેચાણને લઇ 6 દુકાનમાં તપાસ, ટેક્સચોરી પણ પકડાવાની શક્યતા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કસ્ટમ વિભાગે અંદરથી દુકાનો બંધ કરી કાર્યવાહી હાથ ધરી. - Divya Bhaskar
કસ્ટમ વિભાગે અંદરથી દુકાનો બંધ કરી કાર્યવાહી હાથ ધરી.
  • કસ્ટમ વિભાગના દરોડાના પગલે અન્ય મોબાઈલના ધંધાર્થીઓ દુકાનો બંધ કરી

રાજકોટના યાજ્ઞીક રોડ પર મોબાઈલની દુકાનો ધરાવનાર વેપારીઓ પર કસ્ટમ વિભાગના દરોડા પડ્યા છે. સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલ વગરના મોંઘા મોબાઈલના વેચાણને લઈને 6 મોબાઈલની 6 દુકાનમાં તપાસ હાથ ધરાઈ છે. જેમાં ટેક્સચોરી પકડાવાની પણ શક્યતા છે.

અન્ય મોબાઈલના ધંધાર્થીઓએ દુકાનો બંધ કરી
શહેરના યાજ્ઞીક રોડ પર આવેલા વિનાયક મોબાઈલ સહિત 6 દુકાનોમાં કસ્ટમ વિભાગે દરોડા પાડ્યા છે. કસ્ટમ વિભાગના દરોડાના પગલે અન્ય મોબાઈલના ધંધાર્થીઓ દુકાનો બંધ કરી જતા રહ્યા હતા. અચાનક કસ્ટમ વિભાગની ટીમે દરોડા પાડતા શહેરમાં મોબાઈલનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મોબાઈલની દુકાનોમાં કસ્ટમ વિભાગના દરોડા.
મોબાઈલની દુકાનોમાં કસ્ટમ વિભાગના દરોડા.

અંદરથી દુકાનો બંધ કરી કસ્ટમે કાર્યવાહી હાથ ધરી
યાજ્ઞીક રોડ પર આવેલી મોબાઈલની 6 દુકાનોને અંદરથી બંધ કરી કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે. જેમાં નવા મોબાઈલની ખરીદીના બિલ, વેચાણ કરેલા મોબાઈલના બિલ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.