તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SGSTની ટીમનું ચેકિંગ:બોગસ બિલિંગ કૌભાંડમાં રાજકોટમાં 2 સ્થળે તપાસ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોગસ બિલીંગ કૌભાંડ મુદે એસજીએસટીની ટીમે રાજયવ્યાપી દરોડા પાડયા છે.જેમાં રાજકોટમાં પણ બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદની ટીમ આ તપાસમાં જોડાઈ છે. તપાસમાં શંકાસ્પદ દસ્તાવેજો કબજે કર્યા છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી 36 કંપની, પેઢીઓ તથા બિલ ઓપરેટર્સની ઓફિસ, રહેણાંક સ્થળ, ગોડાઉન મળી કુલ 71 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.

એસજીએસટીની ટીમને બાતમી મળી હતી કે, માધવ કોપર લિમિટેડ દ્વારા મોટા પ્રમાણમાં બોગસ બિલિંગ કરવામાં આવે છે. આ બાતમીના આધારે આખા રાજ્યમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રાજકોટમાં બે સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી હતી. રાજકોટમાં જ્યા તપાસ કરવામાં આવી તે સ્થળ પરથી દસ્તાવેજો, શંકાસ્પદ પેઢીના વ્યવહારો ડિજિટલ ડેટા મળી આવ્યા છે. જે કબજે લેવામાં આવ્યા છે. કૌભાંડ આચરનારે લોન અપાવી દેવાની લાલચે લોકો પાસે પાનકાર્ડ અને આધારકાર્ડ મેળવી લીધા હતા અને તેના આધારે પેઢીઓ ખોલી હતી.

અન્ય સમાચારો પણ છે...