તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંપની સામે પગલાં:GST ઘટવા છતાં ભાવ નહીં ઘટાડતી કંપનીઓ સામે તપાસ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારે કોરોનાની દવા અને ટેસ્ટ પરના જીએસટી દરમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડાનો લાભ ગ્રાહકોને મળે છે કે નહીં તેનો રિપોર્ટ તૈયાર કરવા એન્ટિ ટેક્સ ઓથોરિટીએ જીએસટીને સૂચના આપી કસૂરવાર સામે પગલાં લેવા આદેશ કર્યો છે.

તાજેતરમાં કેન્દ્રે કોવિડની દવાઓ, ઇન્સ્ટ્રુમેન્ટ અને જરૂરી રો-મટિરિયલ પર જીએસટી દરમાં 60થી 70 ટકાનો ઘટાડો કર્યો છે. જેથી તેનો લાભ દર્દી અને ગ્રાહકોને મળી શકે. તેમ છતાં ઘણી કંપનીઓએ પોતાની એમઆરઆપી ના બદલી, ગ્રાહકોને તેનો લાભ આપ્યો નથી. કંપનીઓને કંઇ દવા પર કેટલો દર ઘટાડવો તેની સ્પષ્ટતા ન હોવાથી તેઓ ઘટાડો નથી કરી રહ્યા. આમ જીએસટીના દરમાં 25 દિવસ થવા છતાં હજી સુધી દવાના ભાવમાં ઘટાડાનો અમલ દવા કંપનીઓએ કર્યો નથી. નેશનલ એન્ટિ ટેક્સ ઓથોરિટીએ જીએસટી દર ન ઘટાડેલી દવા કંપની સામે જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પુરાવા એકત્ર કરી તેમની સામે પગલાં લેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...