આપઘાત:દારૂનો નશો કરી વૃદ્ધે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાવડી રોડ ગૌતમબુદ્ધનગરમાં બનેલો બનાવ
  • પારડીના વૃદ્ધે એકલવાયા જીવનથી આપઘાત કર્યો

શહેરમાં આપઘાતના વધુ બે બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક વૃદ્ધે દારૂનો નશો કરી ફાંસો ખાઇ લીધો છે. જ્યારે બીજા વૃદ્ધે એકલવાયું જીવનથી કંટાળી અગનપછેડી ઓઢી જિંદગી ટૂંકાવી છે. ગોંડલ રોડ, વાવડી રોડ પર આવેલા ગૌતમબુદ્ધનગરમાં રહેતા શામજીભાઇ જીવણભાઇ સિંધવ નામના વૃદ્ધે ઘરે લોખંડના એંગલમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. તાલુકા પોલીસની તપાસમાં રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા વૃદ્ધ શામજીભાઇને દારૂ પીવાની ટેવ હતી. જેથી તેમને દારૂનો નશો કર્યા બાદ ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું છે.

બીજા બનાવમાં લોધિકાના પારડી ગામે રહેતા રસિકભાઇ કુંવરજીભાઇ બકરાણિયા નામના વૃદ્ધે ગત મોડી રાતે તેમના ઘરે શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. તુરંત ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.

પત્નીના અવસાન બાદ એકલવાયું જીવન જીવતા હોય કંટાળીને પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું છે. તદઉપરાંત કોડીનાર જમનવાડામાં રહેતી દિવ્યા વાંજા નામની યુવતીએ શુક્રવારે તેના ઘરે એસિડ પી લીધું હતું. પરિવારને જાણ થતા કોડીનાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ટૂંકી સારવારમાં યુવતીએ દમ તોડી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...