ભૂમાફિયાની ધરપકડ:રાજકોટમાં મકાન ખાલી કરાવવા નશામાં ડૂબેલા ભૂમાફિયાએ લોકોને માર માર્યો, 3ની ધરપકડ, હત્યાની કોશિશ હેઠળ ગુનો દાખલ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
લીસે એટ્રોસિટી રાયોટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે - Divya Bhaskar
લીસે એટ્રોસિટી રાયોટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે
  • માથામાં પથ્થર વાગતા ગંભીર રીતે ઘવાયેલા કારખાનેદારની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
  • 20 મકાન ખાલી કરાવ્યાનો આક્ષેપ, લત્તાવાસીઓ સામે રાયોટ,એટ્રોસિટીની ફરિયાદ

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં મકાન ઓછી કિંમતમાં ખાલી કરાવવા માટે ભૂમાફિયાઓ દ્વારા વારંવાર સ્થાનિકો સાથે ઘર્ષણ કરી મહિલાઓની છેડતી કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યાં ગઈકાલે બનેલી પથ્થરમારા અને તોડફોડની ઘટનમાં પોલીસે સામ-સામે ગુનો નોંધ્યો છે.જેમાં કારખાનેદારની હત્યાના પ્રયાસની ફરિયાદમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.બીજી તરફ અહીં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પથ્થરમારા અને તોડફોડની ઘટના
રાધેક્રિષ્ના સોસાયટીમાં ગઈકાલ બનેલી પથ્થરમારા અને તોડફોડની આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે ઈજાગ્રસ્ત કારખાનેદાર અવીનાશભાઈના નાના ભાઈ રાજેશભાઈ કુરજીભાઈ ઘુલેશીયની ફરિયાદ પરથી મયુરસિંહ જાડેજા અમીત ભાણવડીયા અને ભરત સોસાના મળતીયા એવા રવિ વાઢેર, હિરેન વાઢેર, વિજય રાઠોડ અને પરેશ ચૌહાણ સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ નોંધ્યો હતો.

પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો સોસાયટીના લોકોનો આક્ષેપ
પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો સોસાયટીના લોકોનો આક્ષેપ

લત્તાવાસીઓને ત્રાસ આપવાનું શરૂ
રાજેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે મવડી નજીક સીલ્વર સ્ટીલના નામે તે પોતાના ભાઈ સાથે સબ મર્શિબલ પંપ બનાવવાનું કારખાનું ધરાવે છે. અવિનાશભાઈ જે સોસાયટીમાં રહે છે તે રૈયા ગામ સર્વે નં-૨૬ પૈકીની જમીનમાં સ્થિત રાધેક્રિષ્ના સોસાયટી અગાઉ સુચિત હતી. જેને સરકાર દ્વારા કાયદેસર કરવાની કાર્યવાહી થતા તેમણે નક્કી કરાયેલી ફી ભરી મકાન કાયદેસર કરી લીધું હતું. પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ભુમાફિયાઓએ આ સોસાયટી ખાલી કરાવવા લત્તાવાસીઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

20 મકાન ખાલી કરાવ્યાનો આક્ષેપ
જે મયુરસિંહ જાડેજા, અમિત ભાણવડીયા, ભરત સોસા અને તેમના મળતીયા એવા રવિ વાઢેર, વિજય, હીરેન, લાલો અને પપ્પુ સહિતના શખ્સો અવાર-નવાર સોસાયટીના રહીશોને મકાન ખાલી કરાવવા માટે રાત્રીના સમયે પાર્ક ગાડીઓના કાચ તોડવા, ઈંડા ફેંકવા, ઘર ઉપર પથ્થરમારો કરવો, બાઈક ચલાવી જોર જોરથી અવાજ કરવા, દારૂની મહેફીલ કરવી, દારૂનો ધંધો કરવો તેમજ મહિલાઓની છેડતી કરવા જેવા કૃત્યો કરી હેરાન કરતા હતા.જે અંગે તેમણે લેખીતમાં પોલીસ કમિશ્નરથી મુખ્યમંત્રી સુધી રજુઆતો કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હોવાનો અને ભુમાફીયાઓના ત્રાસથી ડરાવી, ધમકાવી વિસેક મકાન ખાલી કરાવી દીધા હોવાનો આક્ષેપ કર્યો છે.

ભૂમાફિયાના હુમલાથી વૃદ્ધને માથામાં ઇજા પહોંચી.
ભૂમાફિયાના હુમલાથી વૃદ્ધને માથામાં ઇજા પહોંચી.

બુમાબુમ થતા અન્ય પાડોશીઓ આવ્યા
દરમિયાન સોમવાર રાત્રે કારખાનેદાર અવિનાશભાઈ ઘરે સુતા હતા ત્યારે મોડી રાત્રે તેને પોતાના ઘર બહાર પાર્ક કરેલી કારનો કાચ તુટવાનો અવાજ આવતા તે તેના નાના ભાઈ ફરિયાદી રાજેશભાઈ, માતા મુકતાબેન, ભત્રીજા સહિતના ઘરની બહાર નિકળ્યા હતા. ત્યા ભુમાફિયાઓના મળતીયા રવિ, હિરેન, વિજય અને પરેશ ઉભા હોય, તેમને કારનો કાચ કેમ તોડયો પુછતા આરોપીઓ ગાળો ભાંડવા લાગ્યા હતા. લાકડાનો ધોકો હાથમાં લઈ મારવા પણ ઉગામ્યો હતો. બુમાબુમ થતા અન્ય પાડોશીઓ મોહિત બારડ, તેના પિતા અશોકસિંહ બારડ, દિવ્યરાજસિંહ બારડ તેના પત્ની અમિતા અને દિવ્યરાજસિંહના માતા હંસાબા સહિતનાઓ પણ ત્યા આવી ગયા હતા.

આરોપી રવિ સાથે ઉગ્ર બોલાચાલી થઈ
આ સમય આરોપી રવિ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હોય અને પરેશ ચૌહાણ વિડીયો ઉતારવાની ના પાડતા આરોપી વિજય રાઠોડે એકાએક પાછડથી મોટી ઈંટ લઈ અવિનાશભાઈને માથાના પાછળના ભાગે છુટો ઘા કરતા ત્યાં જ ઈજાગ્રસ્ત હાલતમાં ઢળી પડયા હતા. આ હુમલા બાદ વિજય ત્યાંથી ભાગી ગયો હતો. બીજી તરફ રવિ અને હીરેન પણ અમિતાબા અને તેના સાસુ હંસાબા સાથે મારામારી કરવા લાગ્યા હતા. જેમાં બંનેને ઈજા થવા ઉપરાંત દિવ્યરાજસિંહ અને અશોકસિંહને પણ ઈજા થઈ હતી. જે બાદ હિરેન પણ ત્યાંથી ભાગી ગયો હતો. ઈંટનો ઘા વાગતા ગંભીર રીતે ઘવાયેલા અવિનાશભાઈને તત્કાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેને માથાના હેમરેજ થયાનું ખુલ્યું હતું.

ભૂમાફિયાના હુમલાથી મહિલાને હાથમાં ઇજા પહોંચી.
ભૂમાફિયાના હુમલાથી મહિલાને હાથમાં ઇજા પહોંચી.

પોલીસે એટ્રોસિટી રાયોટની કલમ હેઠળ ગુનો નોંધ્યો
આ મામલે સામાપક્ષે આ વિસ્તારના રવિ વાઢેરે કારખાનેદાર અવિનાશ, રજુ, અવિનાશના માતા, દિવ્યરાજસિંહ બારડ, અમિતાબા અને અશોકસિંહ સામે લાકડી વડે હુમલો કરી તેને અને તેના ભાઈ હિરેનને મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.જે મામલે પોલીસે એટ્રોસિટી રાયોટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

રાયોટિંગનો ગુનો નોંધાયો ચૂક્યો છે
યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ એ.એસ ચાવડાની રાહબરીમાં હેઠળ હત્યાના પ્રયાસની ફરિયાદમાં પોલીસે આરોપી હિરેન કરસનભાઈ વાઢેર, વિજય રાજેશભાઈ રાઠોડ અને પરેશ ટભાભાઈ ચૌહાણ (રહે.ત્રણેય રાધે કૃષ્ણ સોસાયટી)ની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વિજય સામે કોડીનાર અને રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો નોંધાયો ચૂક્યો છે. તેમજ હિરેન વાઢેર સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં દારૂ અંગેનો ગુનો નોંધાયો ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...