તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:15 સ્થળે ઇન્ટરવ્યૂ આપ્યા પરંતુ નોકરી ન મળી અંતે રિક્ષા ચલાવી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનની તલવાર વ્યવસાય પર પડી
  • ગાયક અને ઓક્ટાપેડ વાદકનું અકસ્માત થયા બાદ ડાબા હાથમાં એક માત્ર ટચલી આંગળી જ રહી તેથી વાદન છૂટ્યું

કોરોનાના પગલે અનેક ધંધા રોજગારને માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. ત્યારે લોકડાઉનની અસર સતત વર્તતા જે વ્યવસાયથી ઘરનું ગુજરાન ચાલતું હતું તે પણ બંધ થઇ જતા, એ પ્રશ્ન સામે આવ્યો કે ઘર કેવી રીતે ચલાવવું. આ તકે 40 વર્ષના રાજકોટના ગાયક અને ઓક્ટાપેડ વાદક ફારુખ શેખે જણાવ્યું હતું કે, તે 2004થી પ્રોગ્રામ આપવાનું શરૂ કર્યું હતું , જેમાં નામી કલાકારો સાથે પણ તેઓએ કામ કર્યું છે. વધુમાં તેઓએ કહ્યું કે, ડ્રાઈવિંગ કરતા સમયે અકસ્માત થતા ડાબા હાથમાં માત્ર ટચલી આંગળી જ રહી હતી. ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ આ પરિસ્થિતિ જોઈ ભરોસો નહોતું કરતુ. તમામ ધંધા મંદ થતા ઘર કેવી રીતે ચલાવવું.

આવક ઊભી કરવા માટે 15થી વધુ નોકરીમાં તેઓએ ઇન્ટરવ્યૂ આપ્યું, પરંતુ સંસ્થાને તેમની આ ખોટની જાણ થતા નોકરી પર પણ રાખવાની ના પાડતા હતા. અંતે તેમના અન્ય મિત્રોએ રિક્ષા ચલાવા માટે કહ્યું, ત્યારે વિચાર્યા વગર ફારુખભાઈએ આ વ્યવસાયમાં ઝંપલાવ્યું અને પ્રથમ ભાડામાં 200 રૂપિયા જેટલી આવક થતા ઘરના સભ્યોને આ રકમ આપી ગુજરાન ચલાવાની શરૂઆત કરી. રિક્ષામાં બેસનાર યાત્રિકો પણ અનેક વખત તેમની આ ક્ષતિ વિષે પૂછતા કે કેમ આ ઘટના ઘટી, ત્યારે ભૂતકાળ વાગોળ્યા વગર વર્તમાન ક્ષણWને કેમ સારી બનાવી તેજ મુદ્દે સતત કાર્ય કરવામાં આવે છે.

સામે ભાડે મકાનમાં રહેતા હોવાથી 3 ભાડા ચડી ગયા છે, ત્યારે ફારુખભાઈએ જણાવ્યું હતું કે, હવે પ્રશ્ન એ પણ છે કે પરિવાર સાથે રહેવું પણ ક્યાં, જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે જુજ મિત્રો જ એવા છે જે સતત મદદરૂપ થઇ રહ્યા છે. ત્યારે આ તમામ નબળાઈઓને ધ્યાને લીધા વગર કુટુંબને વધુને વધુ મદદરૂપ કઈ રીતે થઇ શકાય તે દિશામાં હાલ વિચાર કરવામાં આવી રહ્યો છે.

કોરોના મહામારીની પ્રથમ લહેર સમયે સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું. જેમાં અનેક યુવાનો સહિતનાઓએ પોતાનો વેપાર-ધંધો તેમજ નોકરી ગુમાવી હતી. કોરોનાની બીજી લહેરમાં પણ અનેક લોકોએ પોતાનો વ્યવસાય ગુમાવ્યો હતો. જેના કારણે હતાશ થઇ અમુક લોકોએ અાપઘાત પણ કર્યા છે ત્યારે આ યુવાને હિંમત હારી નથી.

અન્ય સમાચારો પણ છે...