તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:આપઘાત માટે મજબૂર કરનાર વકીલના પરિજનોની પૂછપરછ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારખાનેદારનું આધેડને નાણાં ચૂકવી દીધાનું રટણ
  • કર્મકાંડીને પૈસા આપ્યાના પુરાવા ન આપી શક્યો

નાનામવા રોડ પરના શિવમપાર્કમાં રહેતા કર્મકાંડી આધેડનું મકાન પચાવી પાડવા માટે એડવોકેટ અને કારખાનેદારે કાવતરું રચી આધેડને ફસાવતા આધેડે પોતાના બે સંતાનની હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હતો, આ મામલામાં પોલીસે કારખાનેદારને ઝડપી લઇ રિમાન્ડ પર લીધો હતો, જોકે આરોપી એડવોકેટ હાથ નહીં આવતા તેના પરિવારજનોની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.

શિવમપાર્કમાં રહેતા કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડિયા નામના આધેડે તેમનું મકાન રૂ.1.20 કરોડમાં વેચવાનો કારખાનેદાર દિલીપ કોરાટ સાથે સોદો કર્યો હતો, દિલીપ અને તેના એડવોકેટ આર.ડી.વોરાએ રૂ.20 લાખ આપ્યા હતા અને બાકીની રકમની કમલેશભાઇએ ઉઘરાણી કરતાં તમામ રકમ ચૂકવી દીધાનું કહી રૂ.65 લાખની કમલેશભાઇએ છેતરપિંડી કર્યાની અરજી કરી હતી, પોતાની સાથે છેતરપિંડી થતાં કમલેશભાઇએ પોતાના યુવાન પુત્ર પુત્રીને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હતા અને પોતે પણ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

આ મામલામાં કમલેશભાઇના ભાઇની ફરિયાદ પરથી તાલુકા પોલીસે કારખાનેદાર અને એડવોકેટ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે કારખાનેદારને ઝડપી લઇ મંગળવાર સુધી લોકઅપમાં લીધો છે જ્યારે એડવોકેટ વોરા હાથ નહીં આવતા તેની ભાળ મેળવવા પોલીસે એડવોકેટના પરિવારજનોની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી, બીજીબાજુ રિમાન્ડ પર રહેલા દિલીપ કોરાટે પોતે મકાનની તમામ રકમ કમલેશભાઇને ચૂકવી દીધાનું રટણ કર્યું હતું, જોકે કમલેશભાઇને રકમ ચૂકવ્યા અંગેનો એકપણ પુરાવો પોલીસને આપી શક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...