મહત્વનો નિર્ણય:કોરોનાની સ્થિતિ વણસતા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો મોકૂફ, 3 દિવસમાં 30 દેશમાંથી 200થી વધુ ડેલિગેટ્સ આવવાના હતા

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજૂરા. - Divya Bhaskar
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજૂરા.
  • મોકૂફ રાખેલો વેપાર મેળો 6થી 9મેના રોજ યોજવા આયોજન

ગુજરાતમાં સતત વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે વાઇબ્રન્ટ સમિટ 2022 રદ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના પગલે રાજકોટમાં 11થી 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર 9મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો મોકૂફ રાખવા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM)ના ત્રિદિવસીય વેપાર મેળામાં કુલ 30 દેશમાંથી 200 જેટલા ડેલિગેટ્સ આવવાના હતા. હવે આગામી 6થી 9 મેના સમય દરમિયાન વેપાર મેળામાં આવી ભાગ લેશે.

SVUMનું નેટવર્ક 50 દેશમાં ફેલાયેલું છે
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજૂરાએ જણાવ્યું હતું કે, રાજકોટના આંગણે દેશી મેળો અને વિદેશી વેપારના નારા સાથે શરૂ કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આકર્ષણ દિવસેને દિવસે વધતું જાય છે. દેશ વિદેશના લોકો સૌરાષ્ટ્ર-કચ્છમાં વેપાર અર્થે આવી રહ્યા છે. આજે SVUM નેટવર્ક લગભગ 50 જેટલા દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. હાલની પરિસ્થિતિમાં મોટાભાગના દેશના વેપારી ચાઈના સાથે વેપાર ઓછો કરી રહ્યા છે અને ડરી પણ ગયો છે ત્યારે મહામંડળનો આ પ્રયાસ વધુ મજબૂત બની રહ્યો છે.

આજી વસાહતના મેદાનમાં વેપાર મેળો યોજાનાર હતો
આગામી 11થી 13 ફેબ્રુઆરી 2022 દરમિયાન રાજકોટમાં આજી વસાહતના NSIC મેદાન ખાતે 3 દિવસનો વેપાર મેળો યોજવા આયોજન કરવામાં આવ્યું હતું. જોકે હવે આ મેળો કોરોના મહામારીને જોતા રદ કરી 6થી 9 મેના રોજ યોજવા નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...