હાલની જેમ આવનારા સમયમાં પણ દરેક ક્ષેત્રમાં વિકાસની અઘરી હરીફાઈ હશે. જેમાં આર્થિક વિકાસ મુખ્યત્વે પ્રયોરિટી પર જોવા મળશે. એ દરેક શહેર અને જિલ્લો સાધે તો રાષ્ટ્રના આર્થિક વિકાસનો દર કોઈ શંકા વગર ઊંચો જશે. આ બાબતે ભારત આવનારા સમયમાં પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવા જઇ રહ્યું છે. જેથી ભારત આર્થિક રીતે વિશ્વની મહાસતા બની શકે છે એવી ઘણી ખરી શક્યતાઓ સેવાઇ રહી છે.
આ ભારતના આર્થિક વિકાસ માટેના અનેક ક્ષેત્રમાં આવા સકારાત્મક પરીવર્તનમાં ગુજરાતનું સમર્થન સૌથી વધારે હશે. ઉદ્યોગો, પર્યટન સ્થળો, આઈટી ક્ષેત્ર અને સર્વિસ સેક્ટર જેવા ક્ષેત્રોમાં ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં વિકાસની દોરી રાજકોટના હાથમાં છે એવું સૌકોઈ માને છે. હવે રાજકોટ સામન્ય સિટિ નહીં પણે સ્માર્ટ સિટી કહેવાય રહ્યું છે. કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સિટિ મિશનના ત્રીજા રાઉન્ડમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સ્માર્ટ સિટી મિશનમાં રાજકોટની પસંદગી થયા બાદ જે પરિવર્તન રાજકોટ શહેરમાં આવ્યું છે અને હજુ પણ આવશે જેનાથી રાજકોટનું નામ વિશ્વમાં ગુંજી ઉઠશે. સ્માર્ટ સિટી મિશનના સ્વપ્નદ્રષ્ટા એવા માનનીય પ્રધાનમંત્રી મોદીજીએ રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટનો પ્રોજેકટ તેમનો ડ્રીમ પ્રોજેકટ ગણાવ્યો છે. સ્માર્ટ સિટી વિકાસ પ્રોજેક્ટ્ મુખ્ય બે ભાગમાં છે જેમાં એક ચોક્કસ વિસ્તાર આધારિત વિકાસ અને બીજું સમગ્ર શહેરને આવરી લેતા એટલે કે સ્માર્ટ પાન સ્માર્ટ સિટી સોલ્યુશન પ્રોજેકટ.
જેમાં ગ્રીન ફિલ્ડ ડેવલોપમેન્ટમાં કૌશલ્ય સંવર્ધન કેન્દ્ર, રમત-ગમત સુવિધા, ન્યુ રેસ કોર્સ, તળાવોનું નવીનીકરણ, વૈશ્વિક કક્ષાની આધુનિક આંતર માળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠો, BRTS, સલામતી અને કાયદો વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરાની સુવિધા, સોલાર પાવર પ્લાન્ટ અને ગ્રીન બિલ્ડીંગ વગેરેનું નિર્માણને મહત્વ આપવામાં આવ્યું છે. જેથી હવે રાજકોટમાં વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા તેનું નવીનીકરણ કરવામાં અનેક પ્રોજેક્ટ્સ અને નવી પ્રણાલીઑ કાર્યરત કરવામાં આવી છે.
આ સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે કેન્દ્ર સરકારે ઘણી મોટી રકમ ફાળવી છે અને હજુ પણ ફાળવવામાં આવશે, જેમાં રાજકોટમાં 930 એકર જમીનમાં ગ્રીન ફિલ્ડ એરિયાનો વિકાસ થશે. સ્માર્ટ સિટીની વ્યાખ્યામાં મુખ્યત્વે પર્યાવરણને અનુકૂળ, ટકાઉ, વિધેયાત્મક રીતે સ્માર્ટ અને ટેક્નોલોજી આધારિત યુટિલિટીઝ સાથે વિશ્વ કક્ષાની સ્માર્ટ ભૌતિક ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરની રાજકોટમાં કલ્પના કરવામાં આવી રહી છે.
આ સ્માર્ટ પ્રોજેકટની વિશેષતામાં વાઇબ્રન્ટ પબ્લિક ડોમેન પાર્ક, લેઈક ફ્રંટ અને અન્ય મનોરંજક જગ્યાઓ જેવી ખુલ્લી જગ્યાઓનું જતન-વિકાસ, પર્યાવરણીય સંતુલન જાળવવું એ સ્માર્ટ સિટીના પ્લાનમાં કરવામાં આવેલી ડિઝાઇનનું મુખ્ય આકર્ષણ છે. પડતર જમીનના ઉપયોગની કાર્યક્ષમતા વધારવા માટેના પ્રયાસો કરવામાં આવશે, જેથી પડતર જમીનનો ઉપયોગ કરી વધુ સારી સુવિધાઓ વિકસાવી શકાય. રાજકોટમાં સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટની કમાન RMC અને RSCDL દ્વારા હાથમાં લેવામાં આવી છે.
રાજકોટ શહેરને સ્માર્ટ બનાવવા માટે ઘણા બધા ઘટકોનો સમાવેશ થઈ રહ્યો છે. જેમાં સ્માર્ટ સિટી પ્લાનની હેઠળ આવતા વિસ્તારમાં એરિયા બેઈઝ્ડ ડેવલોપમેન્ટ (ABD)માં મુખ્યત્વે મેનેજમેન્ટ ક્ન્વેન્શન કમ ઈન્ડોર/આઉટડોર એક્સિબિશન સેન્ટર, સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર, સ્માર્ટ મીટર તથા આધુનિક સિસ્ટમ દ્વારા 24 x 7 વોટર સપ્લાય, અંડરગ્રાઉંડ કેબલિંગ તથા સર્વિસીઝ માટે યુટીલીટી ડક્ત, સ્માર્ટ, મલ્ટી લેવલ કાર પાર્કિંગ, એનવાયરમેન્ટ મોનિટરિંગ સ્ટેશન, જાહેર સલામતીના હેતુસર સર્વેલન્સ માટે સીસીટીવી અને પીટીજેડ કેમેરા લિફ્ટ તથા એસકેલેટર સાથેના ફૂટ ઓવેરબ્રિજ, અફોર્ડેબલ હાઉસિંગ, એમયુઝમેન્ટ પાર્ક સાથે ત્રણ તળાવોનું નવીનીકરણ, ગ્રામ હટ અને કલ્ચરલ સેન્ટર, વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એરેના સાથેનું ઇન્ડોર/આઉટડોર સ્ટેડિયમ, ન્યુ રેસકોર્સ, વધુ મેગાવોટ કેપેસિટીના સોલાર પ્રોજેકટ, નોન મોટોરાઈઝ્ડ ટ્રાન્સપોર્ટ તથા ગ્રીન-વે, સાર્વજનિક સ્થળોએ વાઇફાઈની સુવિધા વગેરે ઊભી કરવામાં આવી રહી છે.
આ સિવાય પાન સિટી સ્માર્ટ સોલ્યુશનમાં સ્માર્ટ શહેરી પરિવહનની સુવિધા, સ્માર્ટ પાર્કિંગ સોલ્યુશન, ઇન્ટેલીજન્ટ ટ્રાફિક મેનેજમેંટ સિસ્ટમ, સ્માર્ટ કાર્ડ સોલ્યુશન, સ્માર્ટ વોટર સપ્લાય અને વેસ્ટ મેનેજમેન્ટ, સ્માર્ટ ગવર્નન્સ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, જી.આઈ.એસ સોલ્યુશન, સ્માર્ટ ડિસ્પ્લે, આર.એમ.સી., ઇ.આર.પી, રાજકોટ બિઝનેસ પોર્ટલ, પબ્લિક એનાઉન્સ્મેન્ટ સિસ્ટમ વગેરે વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.