• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Insurance Cover Of Rs. 4 Crore For Lokmela, More Than 200 Forms For Stall Flew On The First Day At The Collectorate Office In Rajkot

લોકમેળાની તડામાર તૈયારી શરુ:રાજકોટમાં કલેકટર કચેરી ખાતે પ્રથમ દિવસે જ સ્ટોલ માટે 200થી વધુ ફોર્મ ઉપડયા, તંત્ર રૂ.4 કરોડનું વીમા કવચ લેશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મહામારીના બે વર્ષના સમયગાળા બાદ રાજકોટ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.17 ઓગષ્ટથી પાંચ દિવસના યોજાનાર ભાતીગળ લોકમેળા અંગે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ લોકમેળાના સ્ટોલ માટે આજથી ફોર્મનું વિતરણ શરુ કરી દેવામાં આવેલ છે. જેમાં આજે પ્રથમ દિવસે 200થી વધુ ફોર્મ ઉપડી ગયા છે.

રૂ.4 કરોડનું વીમા કવચ લેવામાં આવશે
જેમાં જુની કલેકટર કચેરી ખાતે આવેલ પ્રાંત-1 ની ઓફિસ ખાતેથી વેપારીઓએ 75થી વધુ સ્ટોલ માટેના ફોર્મ ઉપાડયા હતા. આ ઉપરાંત શાસ્ત્રીમેદાન સામે તોરલ બિલ્ડીંગમાં આવેલ ઈન્ડીયન બેંકની શાખામાં પણ લોકમેળાના સ્ટોલના ફોર્મ લેવા માટે ધસારો રહેતા ત્યાંથી સૌથી વધુ ફોર્મ વેપારીઓએ ઉપાડયા હોવાનું કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું. વિશેષમાં ઉમેર્યુ હતું કે આ લોકમેળાની સલામતી માટે વહીવટીતંત્ર દ્વારા રૂ.4 કરોડનું વીમા કવચ લેવામાં આવશે.

CCTV કેમેરા બાજનજર રાખશે
આ ઉપરાંત આ મેળામાં જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે CCTV કેમેરા બાજનજર રાખશે તેમજ લોકોની સલામતી માટે 100 જેટલા સિકયુરીટી જવાનો આ લોકમેળામાં તૈનાત કરાશે. આ ઉપરાંત લોકમેળામાં આવનાર લોકો માટે ત્રણ સ્થળો પર પાર્કીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમજ એસટી દ્વારા લોકમેળામાં આવનારા લોકો માટે વિશેષ બસ સર્વિસો દોડાવવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.