આદેશ:રેસ્ક્યૂના કામમાં સ્ટાફને માસ્ક, PPE કિટ આપવા સૂચના

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સચિવ પંકજકુમારે બુધવારે તમામ કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી પ્રી-મોન્સૂન કામની સમીક્ષા કરી હતી જેમાં વધુ વરસાદવાળા વિસ્તારમાં રેસ્ક્યૂની કામગીરીમાં રોકાયેલા સ્ટાફને માસ્ક ઉપરાંત પીપીઇ કિટ આપવા સૂચના આપી હતી. તેમજ 1લી તારીખથી તમામ જિલ્લા અને તાલુકા મથકોમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવા તેમજ વરસાદ માપક યંત્રો ચાલુ છે કે કેમ? તેની ચકાસણી કરી લેવા તાકીદ કરી હતી. અધિક જિલ્લ કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, વીડિયો કોન્ફરન્સમાં તાલુકામાં બચાવ અને રાહત કાર્ય માટે વપરાતા વાહનો રિપેર કરાવી લેવા, ડમ્પર, ડિવોટરિંગ પંપ, બુલડોઝર, જનરેટર, હોડી, લાઇફ બોટ, લાઇફ જેકેટની ચકાસણી કરી યાદી તૈયાર કરવા જણાવ્યું હતું.  બચાવ રાહત કામના સાધનો જીએસડીએમએ ગાંધીનગર તરફથી આપ્યા છે તે ચાલુ હાલતમાં હોવા અંગે પ્રમાણપત્ર મોકલી આપવા, ફાયરબ્રિગેડના તાલીમી સ્ટાફ, જરૂરિયાત સમયે ઉપલબ્ધિ થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા, વોંકળા, ગટર, નદીમાં પાણીનું સરળતાથી નિકાલ થાય તેવા પગલાં લેવા સૂચના આપી હતી. ગ્રામ્યમાં સાવચેતીના સંદેશા જરૂરી સમય મર્યાદામાં તંત્રને પહોંચતા થાય અને આનુસંગિક પગલાં ઝડપથી લેવાય તેવા આયોજનની સૂચના આપી હતી. પોલીસ તંત્રને જરૂરી તાલીમી માનવબળ અને રેસ્ક્યૂના સાધનો ઉપલબ્ધ રાખવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...