તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચન:કાલાવડ રોડ પર બ્રિજના ખાડા વરસાદ પહેલા બૂરી દેવા સૂચના

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા સમયે મસમોટાં ખાડા ખોદીને છોડી દેવાયા હતા : મનપાના પદાધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું

વરસાદ આવે તે પહેલા શહેરમાં જે જે જગ્યાએ ખાડા ખોદેલા છે તે કામ ઝડપથી પૂરા કરીને ખાડા બૂરી દેવા જેથી પાણી ભરાય નહિ તેમજ લોકો માટે જોખમ ઊભું ન થાય તેવા આદેશ અપાયા છે. જોકે કેકેવી ચોક પર બનનારા ફ્લાયઓવર માટે મસમોટાં ખાડા કરાયા છે જો વરસાદ આવે તો તે સ્વિમિંગ પૂલ બની શકે છે અને પછી વરસાદની સિઝન ગયા પછી પણ ક્યારે કામ પૂરું થાય તે નક્કી ન રહે. આ મુદ્દે ભાસ્કરે અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો.

રાજકોટના મેયર પ્રદીપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ સહિતના પદાધિકારીઓ, કોર્પોરેટર તેમજ ભાજપના આગેવાનો કે.કે.વી. ચોક બ્રિજની મુલાકાતે ગયા હતા અને અધિકારીઓ સાથે ચર્ચા કરીને ચોમાસાના વરસાદ પહેલા લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે સમયમર્યાદા પહેલા જ કામ પૂરી કરી લેવા સૂચના આપી છે. મેયરના જણાવ્યા અનુસાર ફોર લેન ફ્લાયઓવર માટે એજન્સીને કામ માટે 21 જાન્યુઆરીએ વર્ક ઓર્ડર આપ્યો હતો અને બે વર્ષની મર્યાદા છે એટલે કે 20-01-2023 સુધીમાં બ્રિજ તૈયાર કરવાનો રહેશે.

ફ્લાય ઓવર બ્રિજ વિશે

  • સર્વિસ રોડની પહોળાઈ 7.25 મીટર બંને તરફ
  • મોટામવા તરફ બ્રિજની લંબાઈ 717 મીટર, કોટેચા ચોક તરફ 435 મીટર
  • મોટામવા તરફ 26 પિલર, કોટેચા ચોક તરફ 13 પિલર
  • જમીનથી ઊંચાઈ 13.5 મીટર
અન્ય સમાચારો પણ છે...