તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપનું ઊંચું ગણિત:એસટી ઉમેદવાર શોધવાને બદલે જેમની પત્નીઓ એસટી છે તે શોધી કાઢ્યા

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે બેઠકમાં ભાજપનું ઊંચું ગણિત
  • એસટી અનામત પણ ભાજપે ઉમેદવારો પાટીદાર સાબિત કર્યા

ચૂંટણી જાહેર થઈ ત્યારે નવા રોટેશન મુજબ રાજકોટ તાલુકા પંચાયતની ગવરીદળ સીટ અને જિલ્લા પંચાયતની સરપદડ(પડધરી) સીટ એસ.ટી. અનામત જાહેર થઈ હતી. આ બંને બેઠક પર એસટીની વસતી જ ન હોવાનું કહીને રોટેશન રદ કરવા માંગ થઈ હતી પણ ચૂંટણીપંચે તે ગ્રાહ્ય રાખી ન હતી. આ કારણે પક્ષોને ઉમેદવારો શોધવામાં ફાંફાં પડી ગયા હતા. કોંગ્રેસે સરપદડ બેઠક પર ઉપલેટાથી પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા એટલે કે પડધરી માટે આયાતી ઉમેદવાર હતા. ભાજપે અલગ જ ગણિત અપનાવ્યું હતું.

આ બંને વિસ્તારોમાં પાટીદારની વસતી વધારે હતી તેથી તેઓએ એસટી ઉમેદવાર શોધવાને બદલે એવા પાટીદાર યુવાનો શોધ્યા કે જેઓએ મધ્યપ્રદેશ કે પછી ગુજરાતના આદિવાસી વિસ્તારની મહિલાઓ સાથે લગ્ન કર્યા હોય. તેવા તેમને ઉમેદવાર મળી જતા જે તે રાજ્યમાંથી તાત્કાલિક એસ.ટી. હોવાનું પ્રમાણપત્ર પણ કઢાવવાની વ્યવસ્થા કરી હતી. આ કારણે ભાજપે એસ.ટી. ઉમેદવાર પણ ઊભા રાખી દીધા હતા તેમજ એવું સાબિત કરી દીધું હતું કે, પડદા પાછળ તો પાટીદાર જ ઉમેદવાર છે. આ ગણિત કામ કરી ગયું અને ગવરીદળ સીટ પરથી ભાવિશાબેન ભરતભાઈ અજાણી જ્યારે સરપદડની સીટ પરથી સુમાબેન નાથાલાલ લુણાગરિયા જીતી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...