તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સસ્તા ટ્રી ગાર્ડ શોધવાને બદલે મનપાએ એજન્સી નક્કી કરી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ...તો આ ટેન્ડર રદ કરી નાખીશું : પ્રદીપ ડવ
  • મેયરની સૂચના હોવા છતાં જાણ બહાર ખરીદી કરતા વર્કઓર્ડર અટકાવી દેવા આદેશ

રાજકોટ મહાનગરપાલિકાએ વૃક્ષારોપણની શરૂઆત આદરી છે અને તે માટે ટ્રી-ગાર્ડ મગાવવા ટેન્ડર બહાર પાડ્યા હતા અને ટેન્ડર ખુલતા 1100 રૂપિયાના ભાવે 5000 ગાર્ડ ખરીદવાના હતા. જો કે આ અંગે મેયરને જાણ થતા જ તેઓએ વર્કઓર્ડર અટકાવી દીધો છે કારણ કે, મોંઘા ગાર્ડના વિકલ્પની વિચારણા ચાલુ હતી અને ત્યાં સુધી ખરીદ પ્રક્રિયા ચાલુ ન કરવા સૂચન હતું છતાં ટેન્ડરિંગ કરાયું હતું. મેયર પ્રદીપ ડવે જણાવ્યું કે હાલ જે ટ્રી ગાર્ડ વપરાય છે તેનું વજન 13.7 કિલો હોય છે.

આ વજન કરતાં ઓછું વજન વાપરીએ તેમજ લોખંડ સિવાય ફાયબરના ગાર્ડ કે પછી અન્ય બનાવટના ગાર્ડ ટેસ્ટ કરી હયાત ખર્ચ કરતા ઓછો ખર્ચ હોય અને ટકાઉ હોય તે શોધવાની સૂચના હતી. આ કારણે જેટલો ખર્ચ નક્કી થયો છે તેટલામાં વધુ ગાર્ડ ખરીદી વધુ વૃક્ષોને સાચવી શકાય. આ માટે કેટલાક સેમ્પલ પણ મગાવ્યાં છે પણ એ પહેલા જ બાંધકામ શાખાએ જૂની પધ્ધતિએ ટેન્ડર મંગાવી લીધા હતા અને 1100 રૂપિયા ભાવ નક્કી થયો હતો. આ અંગે માહિતી મળતા જ સંબંધિત અધિકારીને વર્ક ઓર્ડર ન આપવાની સૂચના આપી છે. જે નવા ટ્રી ગાર્ડના સેમ્પલ આવ્યા છે તેમાંથી જો કોઇ સસ્તો અને ટકાઉ વિકલ્પ મળશે તો આ ટેન્ડર રદ કરીને બીજું ટેન્ડર કરાશે.

અન્ય સમાચારો પણ છે...