બોગસ બિલિંગ કૌભાંડમાં કાર્યવાહી:ટેક્સ અને રિટર્ન ભરી દેનાર વેપારીઓની પૂછપરછ શરૂ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસના ચક્કર કાપતા કરદાતાઓ, અધિકારી સમક્ષ પોતાના વ્યવહાર રજૂ કરતા વેપારીઓ

જીએસટીમાં અનેક સ્થળોએથી બોગસ બિલિંગ કૌભાંડ પકડાયું છે. જેમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવી છે. ભાવનગરના બોગસ બિલિંગ કૌભાંડમાં જે પેઢીના નામ ખુલ્યા છે તેની સાથે રાજકોટના અનેક વેપારીના વ્યવહાર બહાર આવ્યા છે.આવા વેપારીઓ પાસેથી ખુલાસો માગવામાં આવી રહ્યો છે. આ પ્રકરણમાં કેટલાકને સમન્સ આપી દીધું છે. વેપારીઓએ ટેક્સ, રિટર્ન ફાઇલ કરી દીધું હોવા છતાં તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે .સમન્સ મળતા જ વેપારીઓને જીએસટી ઓફિસના ચક્કર કાપવા પડી રહ્યા છે અને અધિકારીઓ સમક્ષ પોતાના વ્યવહાર રજૂ કરી રહ્યા છે.

ટેક્સ કન્સલ્ટન્ટ સેક્રેટરી હેમલ કામદારના જણાવ્યાનુસાર હાલ એસજીએસટી વિભાગે ભાવનગરના બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે અનેક વેપારીઓને સમન્સ પાઠવ્યું છે.જેમાંથી એવા કેટલાય વેપારીઓ છે કે જેને ખબર નથી કે જેની સાથે તેઓ વ્યવહાર કરે છે તે બોગસ છે. જો નંબર આપતી વેળાએ જ સ્થળ પર ચકાસણી કરવામાં આવે તો સમયસર તેની જાણકારીમળી શકે. જે વેપારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તે વર્ષો જૂના પોતાના હિસાબો આપવા માટે મથી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...