તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં હાલ એનસીસીના 8 રિજિયન કાર્યરત છે જેમાંથી 4 મિક્સ યુનિટ, 2 મહિલા યુનિટ, એક નેવલ યુનિટ એનસીસી અને એક એર યુનિટ એનસીસી. ત્યારે આ તમામ યુનિટોમાં એનસીસીની તૈયારી કરી રહેલા કેડેટ્સનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં હાલ રાજકોટ ગ્રૂપ હેડ ક્વાર્ટર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. રાજકોટ એનસીસી હેઠળ તાલીમ લઇ રહેલા 13 હજાર કેડેટને આગામી સમયમાં સૈન્યમાં ભરતી થવા માટે ઉજ્જવળ તક મળી રહે તે હેતુસર એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સૌ પ્રથમવાર રાજકોટ એનસીસી ગ્રૂપ દ્વારા કેડેટ્સ માટે કાઉન્સેલિંગ, એપ્ટિટ્યૂડ ટેસ્ટિંગ, સાઈકોમેટ્રિક ટેસ્ટિંગ હાથ ધરાશે.
આ પ્રયોગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો પણ સાથ સહકાર લેવામાં આવ્યો છે. એનસીસી રાજકોટના ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર એસ. એન તિવારીએ જણાવ્યું હતું કે, આ કાર્યથી કેડેટ્સને કરિયર અંગે કાઉન્સેલિંગ સહિત લેખિત અને મૌખિક શૈલીમાં સુધારો કરવામાં આવશે જેથી તેઓ આગામી દિવસોમાં એસએસબી માટે તૈયારી કરી શકે. બીજી તરફ તેઓને સીડીએસ, એએફસીએટી, એવીએનએટી જેવી આર્મી દ્વારા લેવાતી પરીક્ષા માટે તૈયાર કરાશે અને દેશનું ગૌરાવ વધારી શકે તેદિશામાં તેઓને સારા નાગરીક પણ બનાવાશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.