નવતર પ્રયોગ:લોકડાઉન દરમિયાન ગોંડલની અભિનવ લાઈબ્રેરીના સભ્યો વાંચનપ્રેમીઓના ઘર સુધી પુસ્તકો પહોંચડાશે

Rajkot2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટી.વી. અને મોબાઇલ જોઇને કંટાળેલા વાચકો માટે લાઇબ્રેરીના સભ્યોએ સેવાયજ્ઞ શરૂ કર્યો
  • પુસ્તક આપતી અને લેતી વખતે સેનેટાઇઝ કરવામાં આવશે

ગોંડલઃ કોરોના વાઈરસના કહેરના સમયમાં માનવ જિંદગીને ફરજિયાત પણે પોતાના ઘરમાં બંધ થવું પડ્યું છે, ત્યારે ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી અભિનવ લાઇબ્રેરી દ્વારા વાચકોને તેમના ઘર સુધી પુસ્તકો પહોંચાડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લાઇબ્રેરીના સભ્યો તમારા ઘર સુધી પુસ્તક પહોંચાડશે. સભ્યો દ્વારા પુસ્તક આપતી અને લેતી વખતે સેનેટાઇઝ કરવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે મોબાઇલ નંબર 7622911331 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...