તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:રાજકોટ નજીક બે દિવસ પહેલા ભારે વરસાદમાં કોટન મીલની દીવાલ માથે પડતા બે શ્રમિકો ઘવાયા'તા, આજે સારવારમાં દમ તોડ્યો

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
બે દિવસ પહેલા રાજકોટમાં ભારે વ - Divya Bhaskar
બે દિવસ પહેલા રાજકોટમાં ભારે વ
  • રાજકોટમાં આજે વાતાવરણમાં પલ્ટો, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ

રાજકોટ શહેર અને જિલ્લામાં ગત રવિવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ ગોંડલમાં ત્રણ ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ત્યારે રાજકોટના માલિયાસણ ગામ નજીક કોટન મીલની દીવાલ ભારે પવનને કારણે ધરાશાયી થતા બે શ્રમિકો દબાય હતા. બંનેને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ બે દિવસની સારવાર કારગત ન નીવડતા આજે બંનેએ દમ તોડ્યો હતો.

કોટન મીલની દીવાલ પાસે બંને શ્રમિક ઉભા હતા
ભારે વરસાદના કારણે રાજકોટમાં બે સ્થળે દિવાલ તૂટી પડવાના બનાવો બન્યા હતા. માલિયાસણ પાસે આવેલા કોટનના કારખાનામાં નોકરી કરતા શ્રમિકોની પાસે રહેલી દીવાલ ધસી પડતાં દિનેશ સિંઘ અને સુખદેવ સિંઘ નામના શ્રમિકો કાટમાળ નીચે દબાય ગયા હતા. સારવાર માટે બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું.

આજી 2 ડેમ ઓવરફ્લો થતા એક દરવાજો ખોલાયો હતો
ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે માધાપરથી થોડે દૂર આવેલો આજી 2 ડેમ રાત્રિના 12 વાગ્યે ઓવરફ્લો થતા તેનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો. સતત ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આજી 2 ડેમનો એક દરવાજો માત્ર 20 દિવસના સમયગાળામાં બીજી વખત ખોલવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ડેમનું પાણી ખેડૂતોને સિંચાઈલક્ષી કામો માટે આપવામાં આવે છે. તો બીજી તરફ વરસાદ પડવાના કારણે કેટલીક જગ્યાએ દુઃખદ ઘટના ઘટી હોવાનું પણ સામે આવ્યું હતું.

અન્ય એક બનાવમાં યુવાન ઇજાગ્રસ્ત થયો હતો
અન્ય એક બનાવ મોરબી રોડ પર આવેલા વેલનાથમાં બન્યો હતો. વેલનાથમાં એકલો રહેતો સુમન નામનો યુવાન રાત્રે ઘરે હતો ત્યારે અચાનક દીવાલ તૂટી પડવાથી તેને ઈજા પહોંચી હતી. આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.