કામગીરી:GST નહિ ભરનાર કરદાતાઓ પાસેથી ટેક્સની વસૂલાત શરૂ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જીએસટીમાં ત્રણ વર્ષ જૂના એસેસમેન્ટ શરૂ કરાયા, વેટ અને સેલટેક્સના વખતની જૂની ઉઘરાણી પણ બાકી

કોરોનાને કારણે અનેક કરદાતાઓ જીએસટીનો ટેક્સ સમયસર ભરપાઈ નથી કરી શક્યા. આવા બાકી કરદાતાઓ પાસેથી હવે જીએસટી વિભાગે ટેક્સની વસૂલાત શરૂ કરી છે. જે કોઇએ ટેક્સ નથી ભર્યો તેમને સમયસર નોટિસ પાઠવવામાં આવી છે. જો આપેલી સમયમર્યાદામાં ટેક્સ ભરપાઇ નહિ કરે તો તેના બેન્ક એકાઉન્ટ ટાંચમાં લેવાશે. આ સિવાય હાલમાં જીએસટીમાં ત્રણ વર્ષ જૂના એસેસમેન્ટ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે વેટ અને સેલટેક્સના વખતની જૂની ઉઘરાણી બાકી છે.

ગત વર્ષે કોરોનાની અસર જીએસટીના કલેક્શન પર જોવા મળી હતી. ત્યારે આ વર્ષે ટેક્સની રકમ સમયસર ભરપાઈ થઈ જાય તે માટે જીએસટી વિભાગે અત્યારથી જ કમર કસવાની શરૂ કરી દીધી છે. હાલ ટેક્સ વસૂલાતની ઝુંબેશ વેગવંતી બનાવી છે. જીએસટી વિભાગે બાકીદારોને નોટીસ મોકલીને ટેક્સ ભરી જવા માટે તાકીદ કરી છે.જ્યારે ત્રણ વર્ષ જૂના કેસમાં શંકાસ્પદ વ્યવહારમાં ખુલાસો માગવામાં આવ્યો છે.

આવા કેસમાં સ્ક્રૂટિની શરૂ કરી છે. અને જેમાં આવક, ભરેલો ટેક્સ વગેરેની માહિતી મેળવાઈ રહી છે. આ અંગે કરદાતાને તેનો ખુલાસો માગવામાં આવશે અને સ્ક્રૂટિની કર્યા બાદ કેસ અપીલમાં મોકલવામાં આવશે. જ્યારે ઈ-વે બિલ મારફતે થતી ચોરી અટકે તે માટે મોબાઈલ સ્ક્વોડે પણ તપાસ શરૂ કરી છે અને હાઈવે પર જતા વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...