દીક્ષા:ગોંડલના માતા-પુત્ર અને રાજકોટની નિધિ સહિત 7 મુમુક્ષુની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિ થઇ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા-પિતા, સ્વજનોએ મુમુક્ષુઓની દીક્ષા આજ્ઞા પત્ર પર હસ્તાક્ષર કર્યા

નમ્રમુનિ મહારાજના સાંન્નિધ્યમાં સાત-સાત મુમુક્ષુ આત્માઓનો આ દીક્ષા અર્પણ વિધિનો સમારોહ યોજાયો હતો. સ્વજન, પરિવાર અને સમગ્ર સંસારને વર્જ્ય કરીને ગુરુ શરણમાં પ્રવ્રજ્યા અંગીકાર કરવા તત્પર બનેલાં કોલકાતા નિવાસી મુમુક્ષુ જિનલબેન આશિતભાઈ શેઠ, મુંબઈ નિવાસી મુમુક્ષુ દેવાંશીબેન દિલેશભાઈ ભાયાણી, આકોલા નિવાસી મુમુક્ષુ પ્રિયંકાબેન બકુલભાઈ પારેખ, રાજકોટ નિવાસી મુમુક્ષુ નિધિબેન નીતિનભાઈ શાહ, આકોલા નિવાસી મુમુક્ષુ નિશાબેન મનીષભાઈ દોશી તેમજ મુમુક્ષુ ભવ્યભાઈ મનીષભાઈ દોશીની સંયમ અનુજ્ઞા અર્પણ વિધિ થઇ હતી.

ગોંડલ સંપ્રદાય સંસ્થાપક આચાર્યદેવ ડુંગરસિંહજી મહારાજની જેમ ગોંડલ સંપ્રદાયમાં મુમુક્ષુ નિશાબેન દોશી તેમજ મુમુક્ષુ ભવ્યભાઈ દોશી માતા-પુત્ર એકસાથે સંયમ પંથે પ્રયાણ કરીને સંપ્રદાયનું ગૌરવ વધારશે, જેમની દીકરી પણ પરમ ઋષિતાજી મહાસતીજી છ વર્ષથી સંયમની સાધના સાથે મોક્ષ માર્ગે આગળ વધી રહ્યા છે.

ગુરુદેવના બ્રહ્મનાદે પ્રગટતા દિવ્ય મંત્રોચ્ચારની સાથે મુમુક્ષુઓના માતા-પિતા અને સ્વજનોએ મુમુક્ષુઓની દીક્ષા આજ્ઞા પત્ર પર હૃદયના સ્વીકારભાવ સાથે મંજૂરીના હસ્તાક્ષર કરીને અત્યંત અહોભાવપૂર્વક પરમ ગુરુદેવના હસ્તકમલમાં દીક્ષા આજ્ઞા પત્ર અર્પણ કરીને સંતાનોના કલ્યાણ માર્ગની સંમતિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...