તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકોરમાઇકોસિસનો કહેર:રાજકોટમાં કોરોના બાદ બ્લેક ફંગસનું આક્રમણ, રોજ 30 દર્દીની ઓપીડી અને 18થી 20ની સર્જરી, 342 દર્દી ઓપરેશન માટે વેઇટિંગમાં

રાજકોટ21 દિવસ પહેલા
રાજકોટમાં બ્લેક ફંગસનો કહેર.
  • રાજકોટ શહેરમાં કુલ 655 દર્દી સારવાર હેઠળ
  • 40 ટકા દર્દી શહેરના અને 60 ટકા ગ્રામ્યના

રાજકોટમાં કોરોનાની મહામારીમાં જે રીતે દર્દીઓથી સિવિલ હોસ્પિટલ ઉભરાય રહી હતી. તેવી જ સ્થિતિ હાલ મ્યુકરમાઇકોસિસમાં પણ જોવા મળી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજે પણ 471 દર્દી સારવાર હેઠળ છે જ્યારે સમરસ હોસ્ટેલમાં 184 દર્દી સારવાર લઈ રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન માટે 342 દર્દીઓનું લાંબુ વેઈટિંગ હોવાનું જાણવા મળ્યું છે. કોરોના બાદ બ્લેક ફંગસે માજા મૂકી છે. રોજ સિવિલમાં 30 દર્દીની ઓપીડી કરવામાં આવી રહી છે. તેમજ રોજના 18થી 20 દર્દીના ઓપરેશન કરવામાં આવે છે. રાજકોટમાં કુલ 655 દર્દી સારવાર હેઠળ છે.

સિવિલમાં 500 બેડ ફુલ થતા સમરસમાં વ્યવસ્થા કરાઇ
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો.આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સિવિલમાં મ્યુકોરમાઇકોસિસ માટે 500 બેડની સુવિધા ઉભી કરવામાં આવી હતી. એક સમયે 500 બેડ ફુલ થઈ જતાં તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે પણ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 471 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે સમરસ હોસ્ટેલમાં 184 દર્દી દાખલ છે. આ ઉપરાંત સિવિલમાં દરરોજ 30થી વધુ દર્દીઓની ઓપીડી કરવામાં આવે છે.

40 ટકા દર્દી રાજકોટ શહેરના અને 60 ટકા ગ્રામ્ય વિસ્તારના
30 દર્દીમાંથી 9થી 10 દર્દીને દાખલ કરવામાં આવી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં 24 કલાક ઓપરેશન કરી દરરોજના 18 થી 20 ઓપરેશન થઈ રહ્યાં છે. જ્યારે હજુ 342 દર્દીઓ ઓપરેશન માટે વેઈટિંગમાં હોવાનું જાણવા મળ્યુ છે. અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસથી રાજકોટમાં ચાર દર્દીના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે 24 જેટલા દર્દી સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને બે પ્રકારના ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. જેમાં કન્સલટન્ટ તબીબની સલાહ મુજબ જરૂરિયાત મુજબ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે. રાજકોટ સિવિલમાં આવતા દર્દીઓ પૈકી 40 ટકા દર્દી રાજકોટ શહેરી વિસ્તારમાં જ્યારે 60 ટકા જેટલા દર્દી રાજકોટ ગ્રામ્ય અને અન્ય જિલ્લામાંથી આવતા હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુકોરમાઇકોસિસના દર્દીથી સિવિલ ફુલ.
મ્યુકોરમાઇકોસિસના દર્દીથી સિવિલ ફુલ.

શહેરના મહત્તમ લોકોને રસી આપવા પ્રયાસ
રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જ પડશે આ દરમિયાન મહત્તમ લોકોને રસીથી સુરક્ષિત કરવા માટે મનપા પ્રયત્નશીલ છે અને કેસ ઘટ્યા છે તો તેના પર વધુ ધ્યાન અપાશે. કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સરવે પહેલાની જેમ થશે.

રોજની 30 ઓપીડી.
રોજની 30 ઓપીડી.

ત્રીજી લહેર આવવાની જ છે તે માનીને કાળજી રાખીએ
રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, જ્યાં સુધી રોજ 0 કોરોના પોઝિટિવ કેસ ન આવે ત્યાં સુધી જોખમ ઊભું જ છે. પહેલી લહેરના અંત વખતે નિષ્ફિકર બનતા બીજી લહેરનો સામનો કરવો પડ્યો હતો. કેસ ભલે ઘટ્યા પણ સૌ કોઇએ ત્રીજી લહેર આવવાની છે તે માનીને જ સાવચેત રહેવાનું છે.