કોરોના રાજકોટ LIVE:શહેરમાં આજે એકમાત્ર પોઝિટિવ કેસ નોંધાયો, 5 દર્દી ડિસ્ચાર્જ, 39 દર્દી સારવાર હેઠળ

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં આજે એકમાત્ર પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ 5 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલ 39 દર્દી સારવાર હેઠળ છે. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 65414 પર પહોંચી છે. જ્યારે રવિવારે કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેની સામે 5 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા.

​​​​​​​મોટાભાગના લોકો હોમ આઈસોલેશનમાં
રવિવારે જે નવા કેસ આવ્યા છે તેમાં નંદનવન વિસ્તારમાં 55 વર્ષના પુરુષ, શ્યામનગરમાં 65 વર્ષના વૃદ્ધ અને વિજય પ્લોટમાં 18 વર્ષનો યુવાનનો સમાવેશ થાય છે. હાલ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લેનાર વ્યક્તિ પણ સંક્રમિત થઇ રહી છે, પરંતુ રાહતની વાત એ છે કે, મોટાભાગના લોકો હોમ આઈસોલેશનમાં જ સામાન્ય સારવાર અને કાળજી રાખીને સાજા થઇ રહ્યા છે.

મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે
શહેરમાં કોરોનાના કેસ ઘટ્યા છે તો મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગત સપ્તાહમાં ડેન્ગ્યુના 4 નોંધાયા હતા. જે તેના પહેલાના સપ્તાહે 8 હતા. આ રીતે જોતા હાલ તો સ્થિતિ કાબૂમાં છે પણ બધો જ આધાર વરસાદની પેટર્ન પર રહ્યો છે. જ્યારે જ્યારે બે ઋતુ ભેગી થાય ત્યારે ફ્લૂની સ્થિતિ જોવા મળે છે. હજુ આ સપ્તાહમાં આ કેસની સંખ્યામાં હજુ વધારો આવશે. બીજી તરફ ગત સપ્તાહે લોકોએ મેળાની મોજ લીધી હતી અને અલગ અલગ વિસ્તારોમાં ફરવા ગયા હતા આ કારણે કોરોનાના કેસમાં ઉછાળો આવવાની શક્યતા પણ તબીબો વ્યક્ત કરી હતી. પરંતુ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.