તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરઊર્જાનો ઉત્પાદન:ઉદ્યોગો સૌરઊર્જાના ઉત્પાદન માટે મોડલ સાબિત થશે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકારે જે સોલાર પાવર પોલિસી જાહેર કરી છે એનાથી રાજકોટના નાના મોટા સહિત અંદાજિત 5 હજારથી વધુ ઉદ્યોગો સૌરઊર્જાના ઉત્પાદન માટે મોડલ સાબિત થશે એમ શાપર-વેરાવળ એસોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલારા જણાવે છે. વધુમાં એમના જણાવ્યાનુસાર અત્યાર સુધી આ પોલિસીનો લાભ નાના ઉદ્યોગકારોને જ મળતો હતો, પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે જેમાં મોટા ઔદ્યોગિક એકમોને સમાવી લીધા છે.

ઔદ્યોગિક એકમો સોલાર પાવર પોલિસીથી ઊર્જાનું ઉત્પાદન કરી શકશે એટલે સૌરઊર્જાના ઉત્પાદન માટે રાજકોટના ઉદ્યોગો આત્મનિર્ભર બનશે.જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું છે કે, 5 વર્ષ સુધી આ પોલિસી કાર્યરત રહેવાથી નાના અને મધ્યમ ઉદ્યોગકારોને લાભ મળી શકશે. રાજકોટ એ એમ.એસ.એમ.ઇ.નું હબ કહેવાય છે. જેમાં પ્રતિ યુનિટે 2 થી 3 વીજદર નીચા જવાથી ગુજરાત રાજ્ય બીજા દેશો સાથે હરીફાઈ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો