• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Indranil Rajyaguru Said About The Post Of Rajkot Congress President: I Have Become Active Due To The Election, The Responsibility Given By The Pradesh Congress

રાજકોટ કોંગ્રેસ પ્રમુખની રેસ શરુ:પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું: ચૂંટણીને કારણે સક્રિય થયો છું, પ્રદેશ કોંગ્રેસ જે જવાબદારી આપશે તે શિરોમાન્ય

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુ - Divya Bhaskar
પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુ
  • કિશન ભરવાડ હત્યા કેસને રાજકીય રંગ અપાઈ રહ્યો છે, આ નીચા સ્તરની રાજનીતિ દર્શાવે છે: પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ
  • વિજય રૂપાણી સામે ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસના આંતરિક ખટરાગથી રાજીનામુ આપ્યું હતું, હવે ફરી સક્રિય

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. જ્યાં કોંગ્રેસ પક્ષમાં રાજકોટ શહેર સંગઠન રચનામાં ફેરફાર થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે શહેર કોંગ્રેસની કમાન ફરી પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુ સંભાળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ અંગે પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયાને જણાવ્યું હતું કે, ચૂંટણીને કારણે સક્રિય થયો છું, પ્રદેશ કોંગ્રેસ જે જવાબદારી આપશે તે શિરોમાન્ય

બેઠક માત્ર ઔપચારિક હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,રઘુ શર્મા સાથેની બેઠક માત્ર ઔપચારિક હતી. શહેરના પ્રતિનિધિત્વ માટે કોઈ પણ ચર્ચા થઇ નથી. કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારનું જૂથવાદ નથી. આ સાથે પ્રદેશ નવા કોંગ્રેસ પ્રમુખ અંગે તેઓ સકારાત્મક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસ ને એક મજબૂત પ્રદેશ આગેવાન મળ્યો છે. કિશન ભરવાડ હત્યા મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપના કિશન ભરવાડની હત્યા ને રાજકીય રંગ આપી રહી છે, આ નીચા સ્તરની રાજનીતિ દર્શાવે છે.

કોંગ્રેસના આંતરિક ખટરાગથી રાજીનામુ આપ્યું
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની ચૂંટણીમાં રાજકોટ પશ્વિમ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રતિસ્પર્ધી તરીકે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટ પશ્રિમ બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમની કારમી હાર બાદ કોંગ્રેસના આંતરિક ખટરાગથી રાજીનામુ આપ્યું હતું

રાજકારણ ગરમાયું છે
પ્રદેશ કોંગ્રેસ હાલ રાજકોટ શહેર અને જિલ્લા પ્રમુખની શોધખોળ કરી રહી છે ત્યારે રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ પ્રભારી રઘુ શર્મા સાથે મુલાકાત કરી હતી. જેના કારણે રાજકારણ ગરમાયું છે. રાજકોટ શહેર કોંગ્રેસમાં જૂથવાદ છે ત્યારે આગામી સમયમાં ઇન્દ્રનીલ રાજગુર ને શહેર કોંગ્રેસનું પ્રતિનિધિત્વ આપવામાં આવશે તે ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...