એજ્યુકેશન:ભારત-પાક. યુદ્ધમાં વપરાયેલી ટેન્ક T-55નું આજે RKCમાં પ્રદર્શન

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદર્શિત થનારી ટેન્ક યુવાનોને સેનામાં જોડાવવા પ્રેરણા આપશે

રાજકુમાર કોલેજ ખાતે તારીખ 24 નવેમ્બરને ગુરુવારે યુદ્ધ ટ્રોફી ટેન્ક ટી-55નું લાઈવ પ્રદર્શન અને કાર્યક્રમો યોજાશે. આ ટેન્કના અનાવરણને બંધુત્વના પ્રતીક રૂપે હંમેશા ખૂબ ગર્વ સાથે યાદ રખાશે. આ પ્રસંગે મનોહર પરિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ, નવી દિલ્હીના ડાયરેક્ટર જનરલ અને ભૂતપૂર્વ રાજદૂત સુજન ચિનોય ઉપસ્થિત રહેશે. આર્મ્ડ કોર્પ્સના ડાયરેક્ટર જનરલ એવીએસએમ લેફ્ટનન્ટ જનરલ કે.એસ.બ્રાર પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી, ટ્રસ્ટી મંડળ અને ભાવનગરના મહારાજા પણ ઉપસ્થિત રહેવાના છે.

યુદ્ધ ટ્રોફી ટેન્ક ટી-55 પ્રદર્શનમાં રજૂ થશે તેનું વજન 37 ટન છે. જે બીજા વિશ્વયુદ્ધ પછીના સમયગાળામાં સોવિયેત સંઘ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ. સૌથી મજબૂત ટેન્ક હતી. ભારતે 1966-67માં રશિયા, પોલેન્ડ અને ચોકોસ્લોવાકિયા પાસેથી વિવિધ સ્થળોએથી ટી-55 ટેન્કસમી ખરીદી કરી હતી. આ યુદ્ધ ટ્રોફી ટેન્ક ટી-55 પાછલા યુદ્ધો અને લડાઈઓમાં આપણા સશસ્ત્ર દળોના બહાદૂરીભર્યા બલિદાનની યાદ અપાવશે.

ભારતીય સેનામાં રજૂ કરવામાં આવેલી સોવિયેત સંઘની પ્રથમ ટેન્કોમાંની એક એવી આ મશીને 1965 અને 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આરકેસી સ્કૂલ કેમ્પસમાં વોર ટ્રોફી ટેન્ક ટી-55નું પ્રદર્શન સ્કૂલના વિદ્યાર્થીઓને અને શહેરના અન્ય યુવાનોને દળમાં જોડાવવા માટે પ્રોત્સાહિત કરશે. અનાવરણ સમારોહ બાદ કોલેજના વિદ્યાર્થીઓ અને ત્રણેય પાંખોના એનસીસી કેડેટ્સ દ્વારા ડ્રિલ, બેન્ડ પ્રેઝન્ટેશન, ઇનામ વિતરણ અને નૃત્ય સંગીતમય આઝાદી કા અમૃત મહોત્સવ જેવા અનેક કાર્યક્રમો યોજાશે. ભારત - પાકિસ્તાનના યુદ્ધમાં ઉપયોગી નિવડેલી આ ટેન્ક આજે આરકેસીમાં પ્રદર્શિત કરાશે ત્યારે પ્રદર્શનની સાથે વિદ્યાર્થીઓ જુદા જુદા કાર્યક્રમો પણ રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...