તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરપોર્ટ પર હોબાળો:રાજકોટમાં પહેલી ઉડાનમાં જ ખોટકાયું ઇન્ડિગોનું વિમાન, મુંબઈ જતી ફલાઇટમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ 5 કલાક સુધી મુસાફરો રઝડ્યા

રાજકોટએક મહિનો પહેલા
ફલાઇટ ચૂકી જવાના પ્રસંગો પણ અનેક વખત બની ચુક્યા છે
  • 180 પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડ્યો

રાજકોટ એરપોર્ટ તહેવારને અનુલક્ષીને વિવિધ સ્થળે ફરવા જવા માટે મુસાફરોનો ધસારો જોવા મળે છે. જ્યાં આજે મુંબઈ જનારી ઈન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને કારણે આશરે 180 પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે પેસેન્જરો ફ્લાઇટના સમય કરતા વહેલા એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓને ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી હોવાની જાણ થઇ હતી. એરલાઇન્સે ટેકઓફ માટે બે વખત અલગ-અલગ સમય આપ્યા પછી પણ આટલો વિલંબ થતાં પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બપોરના 12:15ની ફ્લાઇટ ના મુસાફરોને 5 વાગ્યે નવી ફ્લાઇટ મળી હતી અને અમદાવાદથી ખાસ ફ્લાઇટ બોલાવી તમામ મુસાફરોને મુંબઈ ખાતે રવાના કરવામાં આવ્યા

પેસેન્જરોને રન-વે થી લઈ જવા પડ્યા
ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરિટીએ આ બાબતને ગંભીરતાથી લઈને એરલાઇન્સ કંપનીને જાણ કરતા 4 વાગ્યે ઈન્ડિગોએ તેમની નવી ફ્લાઇટ મોકલી હતી. આ દરમિયાન સ્પાઇસ જેટની રાજકોટથી ગોવાની ફ્લાઈટને પાર્કિંગ ન મળતા તેને પણ કરવી પડી હતી અને પેસેન્જરોને રન-વે થી લઈ જવા પડ્યા હતા.

સ્પાઇસ જેટના વિમાનને પાર્કિંગ મળ્યું ન હતું
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટથી મુંબઈ ની ઈન્ડિગો ફલાઇટમાં ખામી સર્જાતા બે કલાક સુધી પેસેન્જરને વિમાનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા તેમ છતાં એન્જિનિયર દ્વારા આ ક્ષતિ દૂર થઈ ન હતી. જન્માષ્ટમીના તહેવારના કારણે લીધે આજે મુંબઈની ફલાઇટ ફૂલ હતી. આ ઉપરાંત રાજકોટથી ગોવા માટેની ફલાઇટનો સમય પણ 2 વાગ્યાનો હોવાથી સ્પાઇસ જેટના વિમાનને પાર્કિંગ મળ્યું ન હતું.

ફલાઇટ ચૂકી જવાના અનેક પ્રસંગો
રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગનો સળગતો પ્રશ્ન ઘણા સમયથી ઉત્પન્ન થયો છે, જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવા અન્ય એરલાઇન્સ કંપનીઓ અને મુસાફરોને કલાકો સુધી બેસવું પડે છે. તથા આગળની કનેકવિટીની ફલાઇટ ચૂકી જવાના પ્રસંગો પણ અનેક વખત બની ચુક્યા છે.