તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરપોર્ટ પર હોબાળો:મુંબઈથી રાજકોટ આવતી ઈન્ડિગોની ફ્લાઇટ રદ્દ થતાં હોબાળો, બે વાર ફ્લાઈટ આવી પણ મુસાફરો ન ઉતરી શક્યા

રાજકોટ18 દિવસ પહેલા
  • આજે ઈન્ડિગોની ફ્લાઇટ રાજકોટથી પરત મુંબઈ મોકલવામાં આવી
  • પાર્કિંગની અવ્યવસ્થા કારણે આજે ઈન્ડિગોની ફ્લાઇટ રાજકોટથી પરત મુંબઈ મોકલવામાં આવી
  • દિલ્હી-મુંબઈની ચાર ફ્લાઈટના 332 મુસાફર 12 કલાક સુધી પરેશાન થયા : 96 યાત્રિક બે વાર રાજકોટ આવ્યા પણ ઘેર ન પહોંચી શક્યા

રાજકોટ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુંબઈથી આવતી ઈન્ડિગોની ફ્લાઈટ રદ્દ થતાં હોબાળો મચ્યો હતો. ઈન્ડિગોની ફ્લાઈટ બે વખત રાજકોટ આવીને મુંબઈ પરત ફરી હતી. રાજકોટ એરપોર્ટ પર પ્રથમવાર ઘટના બની કે કોઈ ફ્લાઈટ બે વખત આવીને પાછી ગઈ હોય અને તેમાંથી મુસાફરો ઉતરી શક્યા ન હોય. એરઇન્ડિયાની ફ્લાઇટ રનવે પર હોવાથી ઈન્ડિગો મુંબઈની ફ્લાઇટ લેન્ડ થઈ ન હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટના ક્રૂર મેમ્બરની તબિયત બગડતા ફ્લાઇટ ડિલે થવા પામી હતી. દિલ્હીની ફ્લાઇટ ડિલે થતાં એર ઇન્ડિયાની મુંબઈની ફ્લાઇટ ડિલે થવા પામી હતી. એર ઇન્ડિયા ફ્લાઇટ રન વે પર હોવાથી ઈન્ડિગો મુંબઈની ફ્લાઇટ લેન્ડ કરી શકી ન હતી. પાર્કિંગની અવ્યવસ્થા કારણે આજે ઈન્ડિગોની ફ્લાઇટ રાજકોટથી પરત મુંબઈ મોકલવામાં આવી હતી. બે દિવસ પૂર્વે ખરાબ થયેલી ઈન્ડિગોની ફ્લાઇટ હજુ પણ પાર્કિંગમાં છે. જેનું આજે એન્જિન આવતા તેનું રિપેરિંગ હાથ ધરાશે. કલાકો સુધી ફ્લાઇટ આવતી હોવાનું કહી બાદમાં કેન્સલ થયાનું કહેતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.

રાજકોટથી મુંબઈ જવા માટે આવેલા મુસાફર જણાવ્યું હતું કે , પ્રથમ 4.50નો સમય આપવામાં આવ્યો જે બાદ 5.30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો પછી 6.55 નો સમય આપવામાં આવ્યો હતો, જો કે બાદમાં 8 વાગ્યે ફ્લાઇટ રદ થયા હોવાનું કહેવામાં આવતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. જામનગરથી આવી અગત્યના કામથી જવાનું હતું પરંતુ રહેવાની કે અન્ય કોઈ વ્યવસ્થા કહેતા અમારામાં નથી આવતું કહી અવ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે આ બધા વચ્ચે મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા હતા.

રાજકોટ એરપોર્ટ પર આવતીકાલે સવારથી દિવસ દરમિયાન ઓપરેટ થતી તમામ ફ્લાઇટ રદ કરવા નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ કરવા નિર્ણયથી એરલાઇન્સ કંપનીઓમાં દોડધામ મચી જવા પામી છે. જો કે આ અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મીડિયા સાથે કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી રહી અને દિલ્હી ખાતેથી સત્તાવાર પ્રેસ રિલીઝ કરવામાં આવશે તેવું બહાનું આપવામાં આવી રહ્યું છે.

રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગની અવ્યવસ્થા કારણે આવતીકાલ માટે ફ્લાઇટ રદ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હી, હૈદરાબાદ અને ગોવા ફ્લાઇટનું શિડ્યુલ હતું જેને રદ કરવામાં આવશે તે માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.

પાર્કિંગ વ્યવસ્થા જ નથી
ખાનગી કંપનીનું એક વિમાન ચાર દિવસ પહેલા ક્ષતિગ્રસ્ત થતાં તેને અેરપોર્ટના પાર્કિંગમાં રખાયું હતું. દરમિયાન ગુરુવારે બપોરે 3:30 કલાકે દિલ્હી જતી ફ્લાઈટના એક ક્રૂ મેમ્બરનું બીપી વધી જતાં આ ફ્લાઈટ પણ રોકી દેવાઈ હતી. આથી રાજકોટના એરપોર્ટ પર બે વિમાન પાર્કિંગ અને રન-વે પર હતા. આ સમયે અન્ય વિમાન રાજકોટ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવી શકાય તેવી સ્થિતિ ન હતી. કારણ કે, પાર્કિંગનો સૌથી મોટો પ્રશ્ન છે. અધૂરામાં પૂરુ એક વિમાન રન-વે પર હતું. તેના કારણે મુંબઈથી આવેલી ફ્લાઈટને લેન્ડિંગ માટે મંજૂરી અપાઈ ન હતી.

ફ્લાઈટને સ્લોટ આપી દીધા
રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગ અને બેઠક વ્યવસ્થા બન્નેની સમસ્યા જોવા મળે છે. જ્યારે એક કરતા વધુ ફ્લાઈટ એકી સાથે મંજૂર થઇ ત્યારે પાર્કિંગની અપૂરતી સુવિધા હોવા છતાં એરપોર્ટ ઓથોરિટીએ તમામ ફ્લાઇટને સ્લોટ આપી દીધા હતા. પોતાને રેવન્યૂ થાય તે માટે તેને મુસાફરોને પડતી હાલાકી અંગે પણ ધ્યાન ન આપ્યું. પાર્કિંગ મંજૂર થયા હોવા છતાં આજદિન સુધી પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી નથી. એટલું જ નહિ બધી એરલાઈન્સના જ્યારે મુસાફરો ભેગા થાય છે ત્યારે બેઠક વ્યવસ્થા પણ ટૂંકી પડે છે.

રાત સુધી ઘરે ન પહોંચ્યા
મુંબઈથી રાજકોટ આવવા માટે 96 મુસાફર સવારે 10 વાગ્યાથી ઘરેથી નીકળ્યા હતા અને રાજકોટ 3:30 કલાકે પહોંચી જાય તેવી સૌને આશા હતી. પરંતુ આ તમામ મુસાફર એક નહીં પરંતુ બે વખત રાજકોટ આવ્યા જો કે, એરપોર્ટ પર વિમાન લેન્ડિંગ થઈ શકે તેવી સ્થિતિ ન હતી. આથી બીજી વખત પણ પરત જવું પડ્યું હતું. ત્યારબાદ આ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. એટલે આ 96 મુસાફર હવે શુક્રવારે ફરી રાજકોટ આવશે. જો કે, એરપોર્ટ પરની સ્થિતિ ગુરુવાર જેવી જ હશે તો તેઓને ફરી મુંબઈ પરત જવું પડશે.

મુસાફરે માફી પત્ર લખ્યું
નિયમ મુજબ જ્યારે કોઇ મોટું એરક્રાફટ હોય ત્યારે ઓછામાં ઓછા ચાર ક્રૂ મેમ્બર હોવા જરૂરી છે. સતત ત્રણ કલાક સુધી ફ્લાઈટમાં બેસી રહેતા મુસાફરો અકળાયા હતા અને ક્રૂ મેમ્બર તેમજ મુસાફરો વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. એક તબક્કે જે મુસાફરોએ વિરોધ કર્યો હતો તેને ઉતારી દેવાની નોબત ઊભી થઇ હતી, પરંતુ માફી પત્ર લખી આપતા આખો મામલો થાળે પડ્યો હતો. ફ્લાઈટના શિડ્યુલ અસ્તવ્યસ્ત થઈ જતાં મુસાફરોની સાથે ક્રૂ મેમ્બરમાં પણ અફરાતફરી થઈ ગઈ હતી.