તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રવાસીઓમાં રાહત:કોરોના હળવો થતા રાજકોટમાં મુંબઇ અને દિલ્હી વચ્ચે ઈન્ડિગો અને સ્પાઇસ જેટની ફ્લાઈટ શરૂ થશે

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટમાં હવાઇ સેવા વધુ ઉપયોગી નિવડશે.
  • 12મી જુલાઈથી ઈન્ડિગો અને 15મી જુલાઈથી સ્પાઇસ જેટની ફ્લાઈટ ઉડાન ભરશે

કોરોના મહામારીનો કહેર હળવો થતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવાઇ સેવામાં વધારા સાથે મુસાફરોનો ટ્રાફિક પણ વધવા લાગ્યો છે. અને તેની સાથે રાજકોટ એરપોર્ટના એર ફ્રિકવન્સીમાં વધારો થવા લાગ્યો છે. ત્યારે આગામી તા.12મી જુલાઈથી રાજકોટ મુંબઇ અને દિલ્હી વચ્ચે વિમાની સેવાનો વિસ્તાર થશે. જેમાં 12મી જુલાઈથી ઈન્ડિગો અને 15મી જુલાઈથી સ્પાઇસ જેટની ફ્લાઈટ ઉડાન ભરશે.

રાજકોટ એરપોર્ટ ફરી ધમધમતું થશે
આગામી 12મી જુલાઈથી ઈન્ડિગો દ્વારા મુંબઈથી રાજકોટ વચ્ચે ફલાઇટ શરૂ કરવામાં આવી રહી છે. એ ફ્લાઇટ સવારના 10.30 કલાકે ઉપડશે અને રાજકોટ પહોંચી બપોરે 12:15 કલાકે પરત મુંબઈ જવા ઉડાન ભરશે. દિલ્હીથી ફ્લાઇટ સવારે 10:40 કલાકે રાજકોટ જવા માટે ઉપડશે અને બપોરે 12:35 કલાકે રાજકોટ પહોંચશે. ત્યારબાદ રાજકોટથી બપોરે 1 વાગ્યે ઉપડી દિલ્હી બપોરે 3 વાગ્યે પહોંચાડશે. જેના માટે હાલ બુકિંગ માટે શેડ્યુલડ જાહેર થયું છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટ એરપોર્ટ પર રન વેનું એરક્રાફ્ટથી નિરીક્ષણ કરાયું
વરસાદ પહેલા એરપોર્ટ પર ફ્રિક્શન ટેસ્ટ કર્યા બાદ બુધવારે રન વેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ ખાસ એરક્રાફ્ટથી કરાયું હતું. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ રન વેનું ઇન્સ્પેક્શન ફ્લી લાય ઓટોમેટિક સિસ્ટમથી થાય છે. આ નિરીક્ષણ દરમિયાન આઈએલએસ સિસ્ટમ અને તાજેતરમાં જ એરપોર્ટ પર નવી ફિટ કરાયેલી ડીવીઓઆર સિસ્ટમનું ઇન્સ્પેક્શન કરાયું હતું.

રિપોર્ટ આગામી એક બે દિવસમાં આવશે
સામાન્ય રીતે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ત્રણથી છ મહિનાના સમયના અંતરે ઇન્સ્ટ્રુમેન્ટલ લેન્ડિંગ સર્વિસ માટે સંકલન કરાતું હોય છે. આ તપાસમાં ખાસ એરક્રાફ્ટને રન–વે પર ત્રણથી ચાર વખત ટેકઓફ અને લેન્ડિંગ કરવામાં આવે છે. એરપોર્ટ પર આવેલ 5 નંબરના રન વે અને 23ના રન વેની ચકાસણી કરાઈ હતી. જો કે આ ટેસ્ટનો રિપોર્ટ આગામી એક બે દિવસમાં આવશે.