રાજકોટ ક્રાઇમ ન્યુઝ:SMCએ કરેલ રેડના પડઘા અસર, કુવાડવા પોલીસ સ્ટેશન PI ચૌધરી સસ્પેન્ડ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નકલી દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યા બાદ આજે કુવાડવા પોલીસ સ્ટેશનના PI કે.એમ.ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ કુવાડવા પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક નવાગામ ખાતેથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નકલી દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે આ પછી એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાંથી પણ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે ત્યારે એરપોર્ટ પોલીસના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પણ જોવું મહત્વનું રહેશે

ભારત-શ્રીલંકાની T-20ની ફાઇનલમાં ખિસ્સાકાતરુંને મોકળું મેદાન
રાજકોટ જામનગર રોડ પર આવેલ ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ગત શનિવારના રોજ ભારત અને શ્રીલંકા સામે ફાઇનલ ટી-20 મેચ યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિકો મેચ જોવા માટે આવ્યા હતા આ દરમિયાન ચિક્કાર ભીડનો લાભ ઉઠાવી કેટલાક ગઠિયાઓ દ્વારા મોબાઇલ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.SCA સ્ટેડિયમ પડધરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતું હોવાથી તેમાં કુલ 18 લોકોએ મોબાઇલ ચોરી અંગે ફરિયાદ આપી હતી જેમાં રાજકોટના નાનામવા રોડ પર રહેતા ભાવિક પટેલ, કાલાવડ રોડ પર રહેતા કલ્પેશ નાનભાઈ, જીવરાજપાર્કમાં રહેતા મુકુંદ શીંગડીયા, રાજકોટના મધરવાડા ગામના રણજીત સોલંકી, ર્સ્ટલિંગ હોસ્પિટલ પાછળ રહેતા સિધ્ધરાજ નિરંજન ગોરસીયા, જીવરાજપાર્ક વૃજવાટીકામાં રહેતા ઉમેશકુમાર જાવીયા, એરપોર્ટ રોડ ગીત ગુજરી સોસાયટીમાં રહેતા સંતોષ કનુભાઈ પાઠક, કોઠારીયા રોડ પર રહેતા ભુમીત વરસાણી, રામ પાર્કમાં રહેતા ડો.નિમીષા વાઢેર, જૂનાગઢ સરદારબાગમાં રહેતા છગનલાલ પ્રેમજી અને રાજકોટની શિવદ્રષ્ટી સોસાયટીમાં રહેતા નિખીલકુમાર રવિચંદ્ર ખાંટ સહિત 18 લોકોનો સમાવેશ થાય છે. હાલ પોલીસે તમામ મોબાઈલ ફોન સર્વેલન્સમાં મુકી તપાસ હાથ ધરી છે.

બેકાબુ આઇસરે બાઈકને અડેફેટે લેતા દાદ-પૌત્ર ઘવાયા
બોટાદના રાણપુર તાલુકાના કુંડલી ગામમાં રહેતા સિધ્‍ધાર્થગીરી રાજેશગીરી ગોસ્‍વામી (ઉ.વ.22) એ આજીડેમ પોલીસ મથકમાં આઇસરના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. સિધ્‍ધાર્થગીરીએ ફરીયાદમાં જણાવ્‍યુ છે કે, હું તથા મારા દાદીમાં વનીતાબેન હસમુખગીરી ગોસ્‍વામી (ઉ.વ.60) બંને ત્રણ દિવસ પહેલા રાજકોટ મારા કાકા અમિતગીરીના ઘરે સાત હનુમાન પાસે આંટો મારવા ગયા હતા. ગઇકાલે પાછા અમારા ઘરે કુંડલી ગામે જવા માટે મારૂ GJ .03.CJ.4236 નંબરનું બાઇક લઇને નિકળ્‍યા હતા અને દાદી વનીતાબેન બાઇકની પાછળ બેઠા હતા બાદ ખારચીયા અને હલેન્‍ડા ગામની વચ્‍ચે ભીખુભાઇ ભુવાની વાડી પાસે પહોંચતા એક અજાણ્‍યા આઇસરના ચાલકે બાઇકને ઉલાળતા બંને ફંગોળાઇ ગયા હતા. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. દાદી વનીતાબેન ગોસ્‍વામીને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હોઇ કોઇએ 108 માં જાણ કરતા 108 ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્‍ધા વનીતાબેનનું મૃત્‍યુ નીપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી આજીડેમ પોલીસ સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી આઇસર ચાલક વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બંધ ગોડાઉનની તલાશી લેતાં રૂ. 21.48 લાખ દારૂ મળ્યો
બંધ ગોડાઉનની તલાશી લેતાં રૂ. 21.48 લાખ દારૂ મળ્યો

રૂ. 21.48 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટ રૂરલ એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વહેલી સવારે રાવકી જીઆઈડીસીમાં આવેલા બંધ ગોડાઉનની તલાશી લેતાં તેમાંથી જુદી જુદી બ્રાંડની રૂ. 21.48 લાખથી વધુની કિંમતની 6118 બોટલ વિદેશી દારૂ અને ટાટાનો મિનિ ટ્રકમળી આવ્યો હતો. જે દારૂનો જથ્થો કબજે કરી દારૂનો જથ્થો કયાંથી આવ્યો ? અને કોને મંગાવ્યો ? અને ગોડાઉનનો માલીક કોણ છે ? તે જાણવા તપાસ હાથ ધરી છે.

રેલનગરમાં શ્રમિકે કારણોસર ગળેફાંસો ખાધો
રાજકોટ શાહીના રેલનગર વિસ્તારમાં આવેલ શિવમપાર્કમાં રહેતાં વિનોદભાઈ કાળુભાઇ ઉકેળીયા (ઉ.વ.35) એ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં જઈ પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો લગાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગેની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકના PSI ભાગોર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતક મજૂરીકામ કામ કરતાં અને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે ગઇકાલે બપોરે ચાર વાગે પરિવારને રૂમમાં સુવા જાવ છું કહી ગયાં બાદ સાંજના સાત વાગ્યા સુધી બહાર ન આવતા પરિવારે રૂમ ખોલતાં વિનોદભાઈ લટકતાં જોવા મળ્યા હતાં. તેના આપઘાત અંગે પરિવાર પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.