ક્રિકેટરસિકો થઈ જાવ તૈયાર:રાજકોટના SCA સ્ટેડિયમમાં 17 જૂને ભારત-દ.આફ્રિકા વચ્ચે રમાશે T-20 મેચ, ટિકિટનો ભાવ 1000થી 8000

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની ફાઈલ તસવીર.
  • અઢી વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી, SCAએ તૈયારી શરૂ કરી
  • આવતીકાલે બપોરે 12 વાગ્યાથી ‘બુકમાય શો’ પર ઓનલાઇન ટિકિટ બુકીંગ શરૂ

આગામી 17મી જૂનના રોજ રાજકોટના-જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાનાર છે. જેને લઈ SCAએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. જોકે આ મેચને લઇ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. SCAએ આ મેચ માટેની ટિકિટના દરની જાહેરાત કરી દીધી છે. આ મેચમાં ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે, અગાઉના 8 મેચમાં જે ટિકિટ 500થી લઇ 7000 સુધી મળતી હતી તે ટિકિટના ભાવ વધારીને તે 1000થી લઇ 8000 સુધી નક્કી કરવામાં આવ્યા છે.

VIP લોકોને સાથે ડિનર પણ મળશે
સ્ટેડિયમમાં ઇસ્ટ સ્ટેન્ડ, વેસ્ટ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયન એમ ત્રણ પાર્ટ પાડીને તે મુજબ ટિકિટનાં દર નક્કી કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ મેચ માટે ખાસ કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં VIP લોકોને સાથે ડિનર પણ મળશે. આવતીકાલે બપોરે 12 વાગ્યાથી બુકમાય શો પર ઓનલાઇન ટિકિટ બુકીંગ શરૂ કરવામાં આવશે.

આ રહ્યા સ્ટેડિયમની અંદરના ત્રણ લેવલના ટિકિટના ભાવ

ઇસ્ટ સ્ટેન્ડભાવ
લેવલ-11000
લેવલ-21000
લેવલ-31000
વેસ્ટ સ્ટેન્ડભાવ
લેવલ-11500
લેવલ-22000
લેવલ-32000
કોર્પોરેટ બોક્સ (15 સીટ)7000
સાઉથ પેવેલીયનભાવ
લેવલ-1 (વીથ ડિનર)7000
લેવલ-2 બ્લોલ Aથી D4000
લેવલ-32500
કોર્પોરેટ બોક્સ (15 સીટ)8000

સ્ટેડિયમમાં ત્રણ પાર્ટના ટિકિટના ભાવ
ભારત-આફ્રિકા મેચ માટે ઇસ્ટ સ્ટેન્ડમાં લેવલ 1,2 અને 3 માટે ટિકિટના દર રૂ.1000, વેસ્ટ સ્ટેન્ડના લેવલ 1 માટે રૂ. 1500, લેવલ 2 અને 3 માટે રૂ. 2000 અને વેસ્ટ સ્ટેન્ડમાં કોર્પોરેટ બોક્સ (15 સીટ)નો ટિકિટનો ભાવ રૂ.7,000 રાખવામાં આવ્યો છે. આ સિવાય સાઉથ પેવેલીયનમાં લેવલ 1 (ડીનર સાથે)નો ભાવ રૂ.7,000, લેવલ-2 (બ્લોક Aથી D) રૂ. 4,000, લેવલ 3ના રૂ.2,500 અને કોર્પોરેટ બોક્સ (15 સીટ)નાં ભાવ રૂ.8,000 રાખવામાં આવ્યા છે.

17 જાન્યુ.2020ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે રમાયો હતો
અત્યારસુધીમાં રાજકોટનાં SCA સ્ટેડિયમમાં કુલ 8 આંતરરાષ્ટ્રીય મેચ રમાયા છે. જેમાં 2 ટેસ્ટ, 3 T-20 અને 3 વન-ડેનો સમાવેશ થાય છે. ગત 17 જાન્યુઆરી-2020નાં રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાયો હતો. ત્યારબાદ કોરોનાનું ગ્રહણ લાગી જતા અહીં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાયો નહોતો. ત્યારે રાજકોટમાં અઢી વર્ષ બાદ 17 જૂનના રોજ ભારત-દક્ષિણ આફ્રિકા મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે. જેને લઈને રંગીલા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...