કોરોના રાજકોટ LIVE:શહેરમાં આજે નવા 296 કેસ નોંધાયા, રોકેટ ગતિએ વધતું કોરોના સંક્રમણ, પોઝિટિવિટી રેશિયો 6 ટકાથી વધ્યો

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લામાં ગઈકાલે 573 કેસ, ગ્રામ્યમાં સતત બીજા દિવસે એક દર્દીનું મોત

શહેરમાં આજે નવા 296 કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં રોકેટની ગતિએ ​​​​કોરોના સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં બે જ દિવસમાં કોરોના કેસ બમણા થઈ ગયા, પોઝિટિવિટી રેશિયો 6 ટકાથી વધ્યો છે. ગઈકાલે શહેરમાં 440 અને ગ્રામ્યમાં 133 કેસ મળીને જિલ્લામાં કુલ 573 નવા કેસ નોંધાયા હતા અને ગ્રામ્યમાં સતત બીજા દિવસે એક દર્દીનું મોત થયું હતું. ગોંડલમાં 29, જેતપુર 28, ધોરાજીમાં 18 સહિત ગ્રામ્યમાં 133 દર્દી અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 440 નવા દર્દીઓ નોંધાયા હતા.

ગ્રામ્યમાં સંક્રમણ વધ્યું
ધોરાજી તાલુકામાં 10 અને 15 વર્ષીય બે વિદ્યાર્થીઓ સહિત 18 કેસ નોંધાયા, ગોંડલ તાલુકામાં 29 કેસ સામે આવ્યા હતા. જેતપુરમાં 17 અને 13 વર્ષીય વિદ્યાર્થીઓ સહિત 28 કેસ સપાટી પર આવ્યા હતા. રાજકોટ તાલુકાના ગામડાઓમાં 19 કેસો નોંધાયા છે. ઉપલેટા તાલુકામાં 8 વર્ષીય બાળક સહિત 13 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતો. જામકંડોરણા તાલુકાના 5, જસદણ તાલુકામાં 4, પડધરી અને લોધિકા તાલુકામાં 3 કેસ તેમજ વિંછીયામાં એક કેસ નોંધાયો હતો.

53 ગામોમાં રસીકરણના બંને ડોઝની કામગીરી 100% પૂર્ણ
અત્યાર સુધીમાં જિલ્લાના 153 ગામોમાં રસીકરણના બંને ડોઝની કામગીરી 100% સંપૂર્ણ થયેલી છે. જેમાં સૌથી વધુ જેતપુર તાલુકાના 38 ગામમાં 100% ટકા રસીકરણ થયેલું છે. જ્યારે જામકંડોરણા તાલુકામાં 23, રાજકોટમાં 6, પડધરીમાં 16, લોધિકામાં 3, ગોંડલમાં 17, જસદણમાં 19, વીંછીયામાં 5 ધોરાજીમાં 27 અને ઉપલેટા તાલુકાના 9 ગામો મળી કુલ163 ગામોમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.જ્યારે રાજકોટના ભાંગડા, જીવાપર, ખારચીયા, પાડાસણ, રાજગઢ, સૂકી સાજડીયાળી એમ કુલ 6 ગામોમાં પણ 100 ટકા રસીકરણની કામગીરી થયેલ છે. જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ ડોઝ એક 121798 (100.02ટકા ) અને બીજો ડોઝ 1064574(84.02 ટકા) ની કામગીરી કરવામાં આવી છે.