તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Income Tax Department Checks 45 Locations, Including RK And Gangdev Group, Finds More Than 1 Billion Unaccounted Transactions In 36 Hours

રાજકોટમાં ITના દરોડા:RK અને ગંગદેવ ગ્રુપ સહિત 45 સ્થળોએ આવકવેરા વિભાગની તવાઈ, 36 કલાકમાં 1 અબજથી વધુ બિનહિસાબી વ્યવહારો મળ્યાં

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇન્કમટેક્ષ વિભાગે આર.કે. ગ્રુપ પર દરોડા પાડ્યાં - Divya Bhaskar
ઇન્કમટેક્ષ વિભાગે આર.કે. ગ્રુપ પર દરોડા પાડ્યાં

રાજકોટના બે મોટા આર.કે. અને ગંગદેવ ગ્રુપ સહિત 45 સ્થળોએ આવકવેરા વિભાગે તવાઇ બોલાવી છે જેમાં 36 કલાકમાં 1 અબજથી વધુના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે અને હજુ આ આંકડો વધે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. કોરોનાકાળમાં હાથ ધરાયેલા પ્રથમ મેગા સર્ચ ઓપરેશનથી સૌરાષ્ટ્ર્રભરમાં ખળભળાટ મચી ગયો છે.

ગઇકાલે સવારે 6 વાગ્યાથી શરૂ કરાયેલા આ દરોડામાં સર્ચ આજે પણ નોનસ્ટોપ ચાલી રહ્યું છે. જેમાં આર.કે. ગ્રુપના સર્વાનંદ સોનવાણી, જગદીશ સોનવાણી, બ્રીજલાલ સોનવાણી, ભરત સોનવાણી અને તેમના પરિવારજનો તેમજ ઓફિસ કર્મચારીઓ અને ભાગીદારો પણ ઝપટે ચડી ગયા છે. સોનવાણી ગ્રુપ સાથે અગાઉ પણ અનેક પ્રોજેક્ટમાં કામ કરી ચુકેલા જાગનાથ મારબલવાળા કિરીટ ગંગદેવ, કિંજલ ફળદુ અને તેના પાર્ટનર ચંદ્રેશ પનારા, ગૌરાંગ પટેલ, સિધ્ધાર્થ ગંગદેવ તેમજ આર.કે. ગ્રુપ સાથે કનેક્શન ધરાવતા કોન્ટ્રાકટરો રમેશ પાંચાણી અને આશિષ ટાંક તેમજ રાજકોટના જાણીતા ઇલેકટ્રોનિક શો–રૂમ ધરાવતા સીમરન (સેન્ડી)ના હરિસિંહ સુચરીયાના બંગલા તથા ફટકડાનો વ્યવસાય ધરાવતા શ્રીરામ ફાયર વકર્સવાળા વિક્રમ લાલવાણી સહિત 45 જેટલા સ્થળો પર 36 કલાકથી નોનસ્ટોપ તપાસ ચાલી રહી છે.

આ દરમિયાન સૂત્રોમાંથી મળતી વિગત મુજબ સોનવાણીબંધુને ત્યાંથી કિલોની માત્રામાં ગોલ્ડ, કરોડો રૂપિયાની કેશ અને 100 કરોડથી વધુના બિનહિસાબી દસ્તાવેજોનું સાહિત્ય ઢગલાબંધ માત્રામાં આવકવેરાના હાથમાં લાગી હતી. સતત 36 કલાકથી ચાલી રહેલી તપાસમાં અધિકારીઓએ આંખનું મચકું પણ નથી માર્યું તેમ આ સર્ચની ગંભીરતાને લઇ તપાસ, નિવેદન અને ક્રોસ વેરીફિકેશન ચાલુ રાખ્યું છે. સામાન્ય રીતે કોઇપણ સર્ચ ઓપરેશન 3 દિવસની અંદર સમા થતું હોય છે. પરંતુ આ દરોડાની કાર્યવાહી સાતમ–આઠમના તહેવારોમાં પણ ચાલે તેવા નિર્દેશો આવકવેરા વિભાગમાંથી વ્યકત કરવામાં આવી રહ્યા છે.

આર્મીના મિશનની જેમ સર્ચ ઓપરેશનને નામ અપાય છે
આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશનને આર્મીના યુદ્ધની જેમ નામ આપવામાં આવતા હોય છે. જે રીતનું ઓપરેશન હોય છે તે મુજબ તેને કોડ માટે અધિકારી નામ આપતા હોય છે. અગાઉ પણ ડેકોરા ગ્રુપ ઉપર સર્ચ ઓપરેશન કયું હતું. તેને ‘સ્ટાર એલાયન્સ’ નામ આપવામાં આવ્યું હતું. જેમાં એક સાથે અનેક લોકો જોડાયેલા હોવાથી ઇન્વેસ્ટિગેશન વિન્ગે આ મુજબનું નામ આપ્યું હતું, તો મોરબીમાં થતા ઇન્વેસ્ટિગેશનમાં સિરામિક નામ અપાય છે. જો કે, આ નામ સર્ચ ઓપરેશન લીડ કરનાર અધિકારીની ઇચ્છા મુજબ રખાતું હોય છે.

આખી રાત કામગીરીનો ધમધમાટ
આખી રાત ઇન્કમટેક્સ વિભાગે કામગીરીનો ધમધમાટ ચાલુ રાખ્યો હતો. અન્ય સર્ચ ઓપરેશનમાં અધિકારીઓ અને ઇન્સ્પેકટરો રાતના સમયે આરામ કરતા હોય છે, પરંતુ ગઇકાલે સોનવાણીને ત્યાંથી મોટા પાયે કરચોરીના વ્યવહારો અને સરનામાઓ હાથમાં આવતાની સાથે જ મોટાભાગની ટીમે આરામ કર્યા વિના આખી રાત દસ્તાવેજો ફંફોળવાનું ચાલુ રાખ્યું હતું.

અન્ડર વેલ્યુએશન પ્રોપર્ટીના ઢગલાબંધ દસ્તાવેજો મળ્યા
બધી જ જગ્યાએથી આવકવેરા વિભાગની ટીમે દસ્તાવેજોના ઢગલા મળ્યા હતાં. બિલ્ડર ગ્રુપ અને તેમના ભાગીદારોને ત્યાં દરોડા પાડયા બાદ એક પછી એક નામ ખુલતાની સાથે જ દસ્તાવેજોની ચકાસણી અને ખરાઇની કામગીરી શરૂ થઇ ગઇ છે. એક જગ્યાએથી ભારી માત્રામાં સોનાના દાગીનાઓ મળી આવ્યા છે, તો બીજી જગ્યાઓ પરથી બિલ્ડર પાસેથી પ્રોપર્ટી ખરીદનારાઓના અન્ડર વેલ્યુએશનના દસ્તાવેજો પણ હાથમાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...