ટમેટાંનું રાજકોટમાં વેચાણ:મહારાષ્ટ્રથી ટમેટાંની આવક શરૂ, છૂટકમાં રૂ.80ના કિલો

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૈનિક 1.50 લાખ કિલો ટમેટાંનું રાજકોટમાં વેચાણ

ભારે વરસાદને કારણે અન્ય રાજ્યોમાં ટમેટાંનો પાક નિષ્ફળ જતા યાર્ડમાં થતી આવક પર તેની અસર પડી છે. હાલમાં મહારાષ્ટ્રથી આવતા ટમેટાંની આવક શરૂ થઇ ગઇ છે. હોલસેલમાં ટમેટાં રૂ.50ના ભાવે મળે છે તેનો ભાવ રિટેઈલમાં રૂ.80થી 100ના કિલો સુધી વેચાય છે. હાલ યાર્ડમાં દૈનિક 15 ટ્રક ભરાઈને ટમેટાંની આવક થઈ રહી છે. એક અંદાજ મુજબ 1.50 લાખ કિલો ટમેટાંનું વેચાણ રાજકોટમાં થઈ રહ્યું છે.

વ્યવસ્થાના ભાગ રૂપે હાલ દરેક શાકભાજીની ઉતારાઈ અલગ- અલગ સ્થળે કરવામાં આવી રહી છે. જેમાં ટમેટાં માટે ખાસ પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યું છે. અત્યારે રાજકોટમાં મહારાષ્ટ્રના નાસિક, સંગેમરમરથી ટમેટાંની આવક થઈ રહી છે. સામાન્ય રીતે આ સમયમાં સ્થાનિક આવક હોય છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠાથી આવક થતી હોય છે, પરંતુ આ વખતે ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે એટલે ત્યાંથી આવતા ટમેટાંનું પ્રમાણ હાલમાં ઓછું છે.

અન્ય સમાચારો પણ છે...