તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિલાન્યાસ:ઇ-યંત્ર રોબોટિક્સ લેબોરેટરી સહિત ચાર નવીનતમ પ્રકલ્પોનું 19મીએ ઉદ્દઘાટન

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટની વીવીપી ઇજનેરી કોલેજ હવે ઇન્ડસ્ટ્રીઝને તૈયાર એન્જિનિયર્સ અને સફળ વ્યવસાયિક ઇજનેરોની ફોજ અર્પણ કરવાના ધ્યેય પર કામ કરી રહી છે ત્યારે આગામી 19મીએ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નવીન શેઠના હસ્તે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચાર પ્રકલ્પનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. જેમાં ઇ-યંત્ર રોબોટિક્સ લેબોરેટરી, એનર્જી ઓડિટ લેબોરેટરી, વીવીપી એલ્યુમની પ્લેટફોર્મ અને વીવીપી વેબસાઇટનો સમાવેશ થાય છે. જેમાં ઇ-યંત્ર રોબોટિક્સ લેબોરેટરીમાં વિદ્યાર્થીઓને મુખ્યત્વે રોબોટિક્સ શીખવવામાં આવશે. આ માટેના સંપૂર્ણ મોડ્યુલ તૈયાર છે. તેવી જ રીતે ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતી ઊર્જાની બચત થાય તે માટેના વિકલ્પો પર એનર્જી ઓડિટ લેબોરેટરી કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...