તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીનદયાળ ક્લિનિક:દીનદયાળ ક્લિનિકનું લોકાર્પણ પાછું ઠેલાયું, 15 ઓગસ્ટ બાદ ખુલ્લા મુકાશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તબીબોના ઈન્ટરવ્યૂ પૂરા થઈ ગયા, ફર્નિચરની ખરીદ પ્રક્રિયા માટે ફાઈલ મુકાઈ

મહોલ્લા ક્લિનિકની થીમ પર રાજ્યભરમાં સ્લમ વિસ્તારો કે જ્યાં આરોગ્ય કેન્દ્રો નથી તે વિસ્તારોમાં સરકારી કચેરી કે આંગણવાડીમાં દીનદયાળ ક્લિનિક શરૂ કરવાના છે પણ પાઇલટ પ્રોજેક્ટ તરીકે રાજકોટની પસંદગી કરાઈ હતી. મહિના પહેલા આ માટે તબીબોની ભરતી શરૂ થઈ હતી અને 60 જગ્યા પણ નક્કી થઈ હતી. સુશાસન સપ્તાહમાં આ ક્લિનિકનું લોકાર્પણ કરવાનું હોવાથી ફર્નિચરની ખરીદી માટે પણ ફાઈલ મુકાઈ ગઈ હતી જોકે લોકાર્પણની તારીખ નક્કી ન થઈ અને પ્રોજેક્ટ ફરી અટકી ગયો હતો. જોકે હવે ફરીથી તેમાં કાર્યવાહી શરૂ કરાઇ છે અને 15મી ઓગસ્ટ બાદ લોકાર્પણની શક્યતા છે.

શું છે દીનદયાળ ક્લિનિક
રાજકોટના 60 વિસ્તાર કે જ્યાં સ્લમ એરિયા વધારે છે કે તેમજ એક કિ.મી.ના વિસ્તારમાં કોઇ સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્ર નથી ત્યાં સાંજે 5થી 9 દરમિયાન ઓપીડી શરૂ કરાશે. આ માટે આંગણવાડી કે સરકારી સ્કૂલની ઈમારતનો ઉપયોગ કરાશે. તબીબ સાંજના સમયે આવીને દર્દીની તપાસ કરશે અને દવાઓ પણ આપશે આ બધુ વિનામૂલ્યે રહેશે. આ સિવાયના સમયમાં તબીબ પોતાની પ્રાઈવેટ પ્રેક્ટિસ પણ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...