ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ દ્વારા આજથી 6 માર્ચ સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ક્રાફ્ટરૂટ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનની અંદર દેશના અલગ અલગ વિસ્તારોમાંથી 22 રાજ્યોના 25,000 જેટલા કલાકારોએ તૈયાર કરેલ 75થી વધુ ક્રાફ્ટ્સ રાજકોટ એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં આનંદીબેને જણાવ્યું હતું કે,બેરોજગાર પતિને પણ ક્રાફ્ટકલાથી મહિલાઓ પગભર બનાવ્યા છે.
પીએમનું સ્વપ્ન સાકાર થશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદીનું સ્વપ્ન આવી ક્રાફટકલાથી જ સાકાર થાય છે. ખેડૂત કે કંપની પણ આટલી રોજગારી ન આપી શકે. ક્રાફટકલા જ રોજગારીનું ઉત્તમ માધ્યમ છે. પહેલા મહિલાઓ તેમની દીકરીઓને ભણાવવાના સ્થાને તેના લગ્ન કરાવી દેતા હતા. આજે આ મહિલાઓ પોતાના સંતાનોને ભણાવે પણ છે અને કલા શીખડાવે પણ છે.
મહિલાઓને દીવાલો વચ્ચે બહાર લાવવા મંચ આપ્યું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકીય કાર્યકાળ દરમિયાન મહિલાઓ સાથે થયેલી તેમના જીવનની વાતચીતોએ ક્રાફ્ટરૂટ્સનું બીજ રોપ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામશ્રી નામ આપેલું છે. વર્તમાનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરેલું ક્રાફ્ટરૂટ્સ એ છેવાડાની મહિલાઓને ઘરની દીવાલો વચ્ચે બહાર લાવવા મંચ આપ્યું છે. એટલું જ નહીં, કલા કૌશલ્ય ધરાવતી મહિલાઓ અન્ય મહિલાઓને રોજીરોટી પૂરી પાડી શકે, તેટલી આર્થિક સદ્ધર પણ બનાવી છે. આમ, આ હસ્તકલા પ્રદર્શન ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવાની સાથે કારીગરોને ટેકો આપીને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપે છે.
ક્રાફ્ટ સેક્ટરમાં અઢી કરોડ લોકો જોડાયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશમાં એગ્રીકલ્ચર બાદ ક્રાફ્ટ સેક્ટરમાં 2થી અઢી કરોડ લોકો જોડાયા છે. આ અનઓગ્રેનાઇઝડ સેક્ટર છે. જેને ઓર્ગેનાઇઝડ કરવું જરૂરી હતું. જેના માટે અમારી સંસ્થાઓ મૂવમેન્ટ શરૂ કરી. અલગ-અલગ સેલ્ફ ગ્રુપ, કોર્પોરેટ ગ્રુપ, ઇન્ડીવિઝીયુઅલ આર્ટીઝન એન્ટપ્રિનિયર જે પોતાની પ્રાઇવેટ કંપની હોય જે ક્રાફ્ટ સાથે જોડાયેલા હોય, એજ્યુકેશન ઇન્સ્ટટ્યૂટ વચ્ચેને ભેગા કરીને આ પ્લેટફોર્મ શરૂ કર્યું.
22 રાજ્યોના ક્રાફ્ટ સાથે જોડાયેલા છીએ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ દરેક લોકો સાથે કામ કરે છે. અમે 22 રાજ્યોના ક્રાફ્ટ સાથે જોડાયેલા છીએ. 85થી વધુ ક્રાફ્ટરૂટ્સના એક્ઝીબિશન ભારત તથા વિદેશમાં થયા છે. કારીગરોની પ્રોડક્ટ વેંચાય તેની જવાબદારી સંસ્થા લે છે. પ્રોડક્ટ વેંચાય ત્યારે જ્યારે તેની ડીઝાઇન વ્યવસ્થિત હોય, કોસ્ટ બરોબર હોય, યોગ્ય સમયે ડિલીવરી થતી હોય તો જ પ્રોડક્ટ વેચાય અમે અમારા ડિઝાઇનરની પાસે પણ કારીગરોને લઇ જાય તેથી કંઇક નવું થઇ શકે. રો-મટીરીયલ જોતું હોય તો તેની મદદ કરીએ. મોટો ઓર્ડર હોય તો સંસ્થા વગર વ્યાજે લોન આપે છે.
70થી 75 લાખ રૂપિયાનું વેંચાણ થાય
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ સંસ્થા સાથે દેશભરમાંથી 25000થી વધુ લોકો જોડાયા છે. તેનો ગર્વ છે. ક્રાફ્ટરૂટ્સ સંસ્થામાં ઘણા બધા વોલીયન્ટર્સ જોડાયા છે. 20 થી વધુ ડિઝાઇનીંગ સ્કૂલો સાથે જોડાયેલા છીએ. તેના 200થી વધુ ઇન્ટરસની એપ્લીકેશન આવતી હોય છે. દર વખતે એક્ઝિબિશનમાં કારીગરો 70થી 75 લાખ રૂપિયાનું વેંચાણ થાય છે.
એકઝીબિશનમાં ક્રાફટનું લાઈવ ડેમોટ્રેશન નિહાળી શકાશે
ઉલ્લેખનીય છે કે ક્રાફટરૂટસ્ એકઝીબિશનમાં 8 થી 10 ક્રાફટનું લાઈવ ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે.જેમાં બાળખોને કોટરી કરવી હોય તો તે શીખી શકશે માટીમાં હાથ નાખવા બાળકો તૈયાર નથી હોતા તેઓ મોબાઈલ સાથે જોડાયેલા રહે છે તો માટીથી બનતી વસ્તુ બાળકો જોઈ શકશે ને બનાવી પણ શકશે. લાઈવ ડેમોસ્ટ્રેશન થકી કારીગરોની કળા વિશે માહિતી મળી શકશે.
ઉત્તરપ્રદેશના મંત્રી પણ ઉપસ્થિત
નોંધનીય છે કે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મંત્રી સરપાલ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. મેયર ડો. પ્રદીપ ડવ, ધારાસભ્ય ઉદય કાનગડ, પૂર્વ શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ, સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી પ્રો. ગિરીશ ભીમાણી, ગોધરા યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આનંદીબેનનું એરક્રાફ્ટ આવતા વિમાનને ચક્કર લગાવવા પડ્યા
એરપોર્ટ પર ક્યારેક ફ્લાઈટના ટાઈમટેબલમાં ફેરફાર થતા એક જ સમયે બે-બે ફ્લાઈટ આવી જતી હોય છે અને ત્યારે બે પૈકી એક ફ્લાઈટને એરપોર્ટને ફરતે રાઉન્ડ લગાવવા પડે છે ત્યાં સુધીમાં પહેલી ફ્લાઈટ લેન્ડ થઇ જાય ત્યારબાદ બીજી ઉતરે છે. બુધવારે રાજકોટ એરપોર્ટ પર પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી.
એરક્રાફ્ટનું ઉતરાણ કરાવવામાં આવ્યું
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું એરક્રાફ્ટ બુધવારે સાંજે 6.25 કલાક આસપાસ રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ થવાનું હતું. આ જ સમય દરમિયાન મુંબઈથી રાજકોટ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ પણ રાજકોટ પહોંચી ચૂકી હતી. બંને ફ્લાઈટ એક જ સમયે આવી જતા સૌથી પહેલા યુપીના ગવર્નર આનંદીબેનના એરક્રાફ્ટનું ઉતરાણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ મુંબઈની ફ્લાઈટને લેન્ડ કરાવવામાં આવી હતી.
મુંબઈની ફ્લાઈટને આકાશમાં જ ચક્કર લગાવ્યા
જ્યાં સુધી ગવર્નરનું એરક્રાફ્ટ લેન્ડ થયું ત્યાં સુધી મુંબઈની ફ્લાઈટને આકાશમાં જ ચક્કર લગાવવા પડ્યા હતા જેના કારણે આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમય કરતા મોડી લેન્ડ થઇ હતી. આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ દ્વારા 2 માર્ચથી 6 માર્ચ સુધી રેસકોર્સ મેદાન ખાતે ક્રાફ્ટરૂટસ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન આનંદીબેન દ્વારા આવતીકાલે સવારે 10 વાગ્યે કરાશે. આ એક્ઝિબિશનમાં 22 રાજ્યના 25,000 કલાકારોએ તૈયાર કરેલ 75થી વધુ ક્રાફ્ટ્સ પ્રદર્શિત કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.