આજે બપોર સુધીમાં શહેરમાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા છે.સોમવારે રાજકોટ શહેરમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો નથી. ત્રીજી લહેર ઓસરી જતા હવે શહેરમાં 36 અને ગ્રામ્યના 18 મળી જિલ્લામાં હવે માત્ર 54 એક્ટિવ કેસ રહ્યા છે.
સંક્રમિતોની કુલ સંખ્યા 20646 પર સ્થિર છે
રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ગઈકાલે કોરોનાના નવા 7 દર્દી નોંધાયા અને 3 સાજા થયા હતા. જેથી અત્યાર સુધીમાં નોંધાયેલા સંક્રમિતોની સંખ્યા 63673 થઈ છે. જયારે ગ્રામ્યમાં આજે એક પણ કેસ નોંધાયો નથી, સંક્રમિતોની કુલ સંખ્યા 20646 પર સ્થિર છે. જોકે ગઈકાલે 4 દર્દીઓએ વાયરસને મ્હાત આપતા ગ્રામ્ય વિસ્તારમાં હવે 18 એક્ટિવ કેસ રહ્યા છે.
સમરસમાં ગંભીર દર્દીઓની સંખ્યા નહિવત
સમરસ હોસ્ટેલ હાલ કોવિડ હોસ્પિટલ તરીકે અનામત રાખવામાં આવી છે પણ હવે ત્યાં એકપણ દર્દી દાખલ ન હોવાથી તેમાં પણ હોસ્પિટલ બંધ કરવા માટે આદેશ અપાયો છે.ત્રીજી લહેરમાં રસીને કારણે લોકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો હોવાથી ગંભીર દર્દીઓની સંખ્યા નહિવત હતી તેથી દાખલ દર્દીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્રીજી લહેર દરમિયાન સિવિલમાં એકસાથે મહત્તમ 99 દર્દી દાખલ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.