રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં રખડતા ઢોરના આતંકનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં વીરપુર જલારામની મેઈન બજારમાંથી પસાર થઈને જલારામ બાપાના દર્શને જતા 2 વ્યક્તિઓને બેકાબુ આખલાએ અડફેટે લીધા અડફેટે હોવાનું સામે આવ્યું છે. અચાનક આખલો ધસી આવતા બજરમાં આવેલ દુકાન બહાર રાખેલ સમાનમાં પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હોવાની પણ વિગતો સામે આવી છે. આ સમગ્ર ઘટના 16 એપ્રિલની હોવાનું જણાઈ રહ્યું છે અને આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી
પોતાનાં પરિવારજનોને ગુમાવવાનો વારો આવ્યો છે
ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે. એમાં પણ છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નાગરિકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારથી લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા સ્માર્ટસિટીમાં પણ રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતાં ઢોરોને કારણે લોકોએ પોતાનાં પરિવારજનોને ગુમાવવાનો વારો આવ્યો છે.
રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવાની મોટી મોટી વાતો કામ કાગળ પર
સ્માર્ટસિટીની વાતો કરતા શાસક ભાજપ 25 વર્ષથી કોર્પોરેશનમાં સત્તા ભોગવી રહ્યો છે. રાજ્યમાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે, પરંતુ એનો કોઇ અમલ થતો નથી. સત્તાધીશો દ્વારા રખડતાં ઢોરોના માલિકો સામે ફરિયાદો પણ કરવામાં આવી છે. જોકે રખડતાં ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.
(દિપક મોરબીયા, વીરપુર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.